ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર જતા જતા વરસાદને કારણે બગડ્યો હતો. ત્યારે હવે દિવાળી પણ બગડવાની…

દિવાળીમાં જ આવશે કમોસમી વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.

ગુજરાત પર વધુ એક સંકટ આવશે

ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે. ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.

ત્રણ વાવાઝોડા આવશે 

અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.