ગેનીબેન ઠાકોરને નોટિસ ફટકારાઇ, જાણો કારણ, ભૂપત ભાયાણી વિરુદ્ધ પણ એક્શન લેવાયું…

facebook.com/GenibenThakorMLA

Geniben Thakor Bhupat Bhayani Notice News : વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને હાલ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામા બાદ ક્વાર્ટર ખાલી ન કરતા નોટિસ

Geniben Thakor Bhupat Bhayani Notice : ગુજરાતના બે પૂર્વ ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે. વાસ્તવમાં વાવ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વિસાવદરના પૂર્વ MLA ભૂપત ભાયાણીએ MLA ક્વાર્ટર ખાલી ન કરતા નોટિસ આપવામાં આવી છે. વિગતો મુજબ આ બંને પૂર્વ ધારાસભ્યોને અગાઉ ક્વાટર્સ છોડવા માટે કહેવાયું હતું તેમ છતાં ક્વાર્ટર ખાલી ન કરતા બંનેને નોટિસ આપવામાં આવી છે. આ તરફ ગેનીબેન ઠાકોરનું MLA ક્વાર્ટરમાં પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને ફાળવાયું છે

હાલ ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. વિગતો મુજબ વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સીટ પર લોકસભા ચૂંટણી જીતી હતી. આ તરફ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓને ગાંધીનગર સ્થિતિ સરકારી ક્વાટર્સ છોડવા માટે કહેવાયું હતું. ગેનીબેન ઠાકોરની સાથે વિસાવદરના પૂર્વ MLA ભૂપત ભાયાણીને પણ સરકારી ક્વાટર્સ છોડવા માટે કહેવાયા બાદ પણ સરકારી આવાસ ખાલી નહિ કરતાં હવે બંનેને નોટિસ પાઠવવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.