કેશોદમાં કરાર આધારિત નોકરી અપાવી બે દીકરીઓની માતા સાથે કોન્ટ્રાક્ટર સંચાલિત કરનાર અને તેના મિત્રએ વારંવાર દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ
જુનાગઢ જિલ્લાના કેશોદમાં કરાર આધારિત નોકરી અપાવી બે દીકરીઓની માતા સાથે કોન્ટ્રાક્ટર સંચાલિત કરનાર અને તેના મિત્રએ વારંવાર દુષ્કર્મ આચરતા એક મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેશોદની મહિલાને તેની બંને દીકરીઓના અભ્યાસ પૂર્ણ થતા નોકરી માટે કેશોદ અર્બન સેન્ટરમાં કામ કરતી એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો.
નોકરીના બદલા અનેક વખત દુષ્કર્મ
જે મહિલાએ પીડિત મહિલાને તેમની બંને દીકરીઓના બાયોડેટા લઈને કેશોદના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી નરેન્દ્ર ઝાલાને મળવાનું જણાવ્યું હતું..જે જણાવ્યા અનુસાર મહિલા નરેન્દ્ર ઝાલાને મળવા ગઈ હતી અને ત્યાં ઓફિસમાં જ નરેન્દ્ર ઝાલાએ મહિલા ઉપર દુષ્કર્મ આચાર્ય હતું. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પીડિત મહિલાએ રેફરન્ આપનાર શ્રદ્ધા ગોહેલને કરી હતી ત્યારે તે મહિલાને કહ્યું કે જો તારી દીકરીઓને નોકરી જોઈતી હશે તો આ કરવું જ પડશે.
હવસખોરોએ દીકરી પર નજર બગાડી
વાત આટલે થી જ અટકતી નથી પરંતુ નરેન્દ્ર ઝાલાએ મહિલાની મુલાકાત કરાર આધારિત નોકરી અપાવનાર કોન્ટ્રાક્ટર જૂનાગઢના વડાલ ગામના રજનીકાંત વાછાણી સાથે કરાવી હતી. ત્યારે રજનીકાંત વાછાણીએ પણ મહિલાની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેની બંને દીકરીઓને નોકરી અપાવી હતી. થોડા સમય પહેલા રજનીકાંત વાછાણીએ મહિલાના ઘરે જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ હવે રજનીકાંત વાછરણી હવસ ભરી નજર પીડિતા મહિલાની મોટી દીકરી ઉપર હતી.તે નરાધમએ મહિલાને કહ્યું કે, તારી મોટી દીકરીને બીજી વખત તૈયાર રાખજે. આ સાંભળીને મહિલા હચમચી ઉઠી અને પોતાની બંને દીકરીઓની ઉપર બુરી નજર કરનાર બંને શખ્સો તેમજ મદદગાર મહિલા એટલે કે શ્રદ્ધા ગોહેલ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.