તેલંગાણામાં 29 વર્ષીય પત્નીએ તેના 54 વર્ષીય પતિની હત્યા કરીને 800 કિમી દૂર જઈને લાશ સળગાવી દીધી…

તેલંગાણાના 54 વર્ષીય કારાબોરી રમેશની જઘન્ય હત્યાના કેસમાં તેની 29 વર્ષની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. તેની પત્ની નિહારિકાએ પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલ્યું છે કે તેણે રમેશની હત્યા કરી હતી અને પછી લાશને 800 કિલોમીટર દૂર લઈ જઈને સળગાવી દીધી હતી.

સીસીટીવીમાં જોવા મળેલી કારથી ખુલ્યો ભેદ

નિહારિકાના નિખિલ નામના યુવક સાથે સંબંધ હતા. બંને રિલેશનશિપમાં હતા. આ હત્યામાં નિખિલ અને તેના અન્ય મિત્ર અંકુરે પણ નિહારિકાનો સાથ આપ્યો હતો. પોલીસે લાશ કબજે કરી ત્રણેયની ધરપકડ કરી લીધી છે. 8 ઓક્ટોબરના રોજ, કોડાગુ જિલ્લાના સુંથીકોપ્પા વિસ્તારમાં પોલીસને વેપારીનો મૃતદેહ મળ્યો, જે અડધી બળેલી હાલતમાં હતો. જ્યારે પોલીસ લાશની ઓળખ કરી શકી ન હતી, ત્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને ત્યાં આવતા તમામ વાહનો પર નજર રાખવામાં આવી હતી. આ ફૂટેજમાં લાલ રંગની મર્સિડીઝ આવી હોવાની માહિતી મળી હતી. આ કાર રમેશના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતું, જેની પત્નીએ ગુમ થયાની જાણ કરી હતી. આ પછી પોલીસે તેલંગાણાનો સંપર્ક કર્યો, જ્યાં કાર રજીસ્ટર કરવામાં આવી હતી. આ કેસની તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ પોલીસને નિહારિકા પર શંકા ગઈ. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે નિહારિકાએ કબૂલાત કરી હતી કે તેણે તેના બોયફ્રેન્ડ નિખિલ સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. નિખિલ વ્યવસાયે પશુચિકિત્સક છે. પોલીસનું કહેવું છે કે નિહારિકાનું બાળપણ મુશ્કેલીમાં વીત્યું હતું. તેણી 16 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. આ પછી માતાએ બીજા લગ્ન કર્યા. અહીંથી તેનું જીવન બદલાઈ ગયું. તેણીએ વહેલા લગ્ન કર્યા અને માતા બની. પછી થોડા દિવસો પછી તેના છૂટાછેડા થઈ ગયા. આટલું જ નહીં હરિયાણામાં છેતરપિંડીના કેસમાં તેને જેલ પણ જવું પડ્યું હતું. અહીં જ તેની મુલાકાત અંકુર સાથે થઈ હતી.

8 કરોડની માંગણી અને પછી રમેશની હત્યા

નિહારિકાએ જેલમાંથી બહાર આવ્યા બાદ રમેશ સાથે લગ્ન કર્યા હતા. રમેશના પણ આ બીજા લગ્ન હતા. પોલીસનું કહેવું છે કે લગ્ન બાદ રમેશે નિહારિકાને સારું જીવન આપ્યું હતું. તે ખૂબ જ વૈભવી જીવન જીવી રહી હતી, પરંતુ તેની ઈચ્છાઓ વધતી જતી હતી. ઉંમરમાં ઘણા મોટા રમેશ પાસેથી પૈસાનો તેનો લોભ એટલો વધી ગયો કે તેણે 8 કરોડની મોટી માગ કરી હતી પરંતુ રમેશે આટલા બધા પૈસા આપવાની ના પાડી હતી આથી પ્રેમી નિખિલ સાથે મળીને નિહારીકાએ પતિ રમેશની હત્યા કરી નાખી હતી.

800 કિમી દૂર જઈને લાશ સળગાવી

આ પછી આરોપીઓ રમેશના ઘરે આવ્યા અને ત્યાંથી રોકડ લઈ ગયા. આ લોકો બાદમાં રમેશના મૃતદેહને ઘેરથી 800 કિમી દૂર કોડાગુ લઈ ગયા હતા. અહીં તેના લાશને ધાબળામાં બાંધીને સળગાવી દીધી હતી ત્યારબાદ ત્રણેય હૈદરાબાદ પરત ફર્યા અને નિહારિકાએ રમેશના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે કહ્યું કે અમે આ કેસની તપાસ કરવા માટે 12 થી 2 વાગ્યાની વચ્ચે લગભગ 500 સીસીટીવી ફૂટેજ તપાસ્યા. પોલીસે જણાવ્યું કે રમેશની કાર સામે આવી હોવાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.