મહારાષ્ટ્રમા સરકાર બન્યાના બે કલાક બાદ શિવસેનાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના નેતા અને સાંસદ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરીને અજીત પવાર પર દગો કરવાનો આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે કહ્યું કે અમે જ્યારે રાત્રે બેઠક કરી એ બેઠકમાં અજીત પવાર હાજર હતા પરંતુ તેઓ કશું બોલ્યા ન હતા અને એ સમયે તેમની બોડી લેંગવેજ જે પ્રકારની હતી તેનાથી અમને શક ગયો હતો પરંતુ આ રીતે મહારાષ્ટ્રની જનતા અને શરદ પવાર સાથે દગો કરશે તેવું અમે માન્યું ન હતું.
સંજય રાઉતે ભાજપ પર પણ આરોપ મુકતાં કહ્યું કે, ભાજપે રાતોરાત મુખ્યમંત્રી પદના શપથ લીધાં છે તે જણાવે છે કે તે પાપ છે. અડધી રાત્રે આ ઘટનાક્રમ થયો છે એ માત્ર ચોરી કરી છે. સંજય રાઉતે રાજ્યપાલ પણ પણ આરોપ લગાવ્યો હતો કે રાજભવનની શક્તિઓનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે અને જે થયું તે મહારાષ્ટ્રની જનતા સાથે એક પ્રકારે દગો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.