‘20000000 મોકલ, રૂપિયા નહીં મોકલ્યાં તો…’, સલમાન ખાનને ફરીથી અપાઇ જાનથી મારી નાખવાની ધમકી…

Salman Khan Death Threat: સલમાન ખાનને આ પહેલા પણ ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ચુકી છે. હાલમાં જ પોલીસે સલમાનને ધમકી આપવાના મામલે નોએડાથી એ શખ્સની ધરપકડ કરી હતી.

બોલિવુડ અભિનેતા સલમાન ખાનને એક વખત ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે બે કરોડ રૂપિયાની માંગ કરી છે અને પૈસા ન મળવા પર સલમાનને મારી નાખવાની ધમકી આપી છે.

મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં મંગળવારે મેસેજ આવ્યો હતો. જેમાં અજ્ઞાત શખ્સે ધમકી આપી છે. ધમકી આપનારે બે કરોડ રૂપિયાની માંગ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે મેસેજ કરનારે એમ પણ કહ્યું છે કે જો પૈસા નહીં મળે તો સલમાન ખાનને જાનથી મારી દેવામાં આવશે.

આ ધમકી વાળો મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે મામલાની તપાસ કરી છે. આ પહેલા મંગળવારે પણ સલમાન ખાન અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્ધીકીના ધારાસભ્ય દિકરા જીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં એક શખ્સની પોલીસે ધરપકડ પણ કરી હતી. જીશાન અને સલમાન ખાન બન્નેને ધમકી આપીને પૈસાની માંગ કરવામાં આવી છે.

નોએડાથી કરી ધરપકડ

આ મામલામાં પોલીસે મોહમ્મદ તૈયબ ઉર્ફ ગુરફાન નામના શખ્સને નોએડાથી ઝડપી પાડ્યો છે. આરોપી દિલ્હીનો રહેવાસી છે. તેની સેક્ટર 39 વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે અને મુંબઈ પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને આવી હતી. જણાવી દઈએ કે સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પાસેથી સતત મારવાની ધમકી મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.