ઓનલાઇન ચાલી રહેલા દિવાળીના વિવિધ સેલના કારણે સ્થાનિક વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી છે. હાલ તમામ ઇલેક્ટ્રીક વસ્તુઓ ઓનલાઇન ઘર બેઠા મળી જતા ઘરની બાજુમાં જ આવેલ વેપારીઓને ધંધામા ખોટ ખાવાની સ્થિતી સર્જાઇ છે. ચાલુ વર્ષે દિવાળીમાં વેપારીઓને 60 ટકા જેટલુ નુકશાન ઓનલાઇન શોપિંગના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.
હાલના દિવસોમાં તમામ તીજ વસ્તુઓ ઓનલાઇન મળી જતા સ્થાનિક વેપારીઓની સ્થિતી ગંભીર બની છે. ઉપરાંત દિવાળીના સમયમાં ઓનલાઇન વિવિધ ઓફરો સાથે વસ્તુઓ મળી જતા ઓફલાઈન વેપાર કરતા વેપારીઓની દિવાળી પર અસર જોવા મળી છે. જેમાં ઓનલાઇન શોપિંગ નું ચલણ ચાર વર્ષ થી વધતા આ વર્ષે પણ ઇલેક્ટ્રોનિક થી લઇ કટલરી બજારમાં 60% ખરીદી ઘટી છે.
ઘરે બેઠા મળતી વસ્તુઓને કારણે હાલાકી
અમદાવાદના વેપારીઓને દિવાળી ટાણે ઓનલાઇન શોપિંગનો સેલ નડ્યો છે. એક સમયે દિવાળી ટાણે ભરચક રહેતો રિલીફરોડ અને ટંકશાળ રોડ આજે ખાલીખમ જોવા મળ્યા હતા. ઈલેક્ટ્રોનિક બજાર ની વાત કરીયે તો આ સીઝન માં 70% ધંધો નથી થયો જેનું મુખ્ય કારણ ઓનલાઇન વેપાર છે. સ્કીમ અને ઘરે બેઠા મળતી વસ્તુઓ ને કારણે ગ્રાહકો હવે દૂર દુકાન કે શો રૂમ સુધી જવાનું ટાળી રહ્યા છે જેના કારણે દિવાળી સમયે પણ વેપારીઓ ગ્રાહક વગર બેઠા છે. વેપારીઓ ઘણા સમય થી ઓનલાઇન વેપાર મામલે વિરોધ કરે છે તેમ છતાં ઓનલાઇનનું ચલણ વધતા વેપાર ઠપ્પ થયો છે.
ઇલેક્ટ્રોનિક વેપારી એસોસિએશનના પ્રમુખ મેધરાજ ડોડવાણીએ જણાવ્યું હતુ કે ટંકશાળ રોડ પર આવેલ માર્કેટ માંથી લોકો ગિફ્ટ અને કટલરી ની વસ્તુઓની ખરીદી કરવા આવતા હતા. પરંતુ હવે અનેક એપ આવી કે જે આંગળી ના ટેરવે મોબાઈલ માં ઓર્ડર કરતા ઘરે મળી જાય છે અને આજ કારણે હવે કટલરીના રિટેલ વેપારીઓને નડી રહી છે અને ધંધો ઠપ્પ થઇ ગયો છે. દર વર્ષે થતા ધંધાનો 60% ધંધો ન થતા વેપારીઓને દિવાળી બગડી છે. ત્યારે આ બાબતે વેપારીઓની માગ છે કે સરકાર ઓનલાઇન વેપાર માટે નીતિ નિયમો બનાવે જેથી રિટેલ ઓફલાઈનના વેપારીઓને નુકશાન ન થાય અને ધંધા રોજગાર ચાલે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.