ઈન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે મકાયમાં પહેલી અનૌપચારિક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતના આ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ પહેલી ઈનિંગમાં ઘાતક બોલિંગ કરતા 46 રન આપીને 6 વિકેટ લીધી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બર 2024થી 7 જાન્યુઆરી 2025 સુધી 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ પાંચ ટેસ્ટ મેચ ક્રમશ: પર્થ, એડિલેડ, બ્રિસ્બેન, મેલબર્ન અને સિડનીમાં રમાશે. અત્રે જણાવવાનું કે ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે સિરીઝ જીતી છે. ભારતે 2018-19 અને 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે બંને વખત કાંગારુ ટીમને 2-1થી હરાવી હતી.
આ ભારતીય બોલરે ઓસ્ટ્રેલિયામાં મચાવી તબાહી
ભારતના ફાસ્ટ બોલર મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પોતાની કાતિલ બોલિંગથી ભારે કહેર મચાવ્યો છે. ઈન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે મકાયમાં પહેલી અનૌપચારિક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતના ફાસ્ટ બોલર મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ પહેલી ઈનિંગમાં ઘાતક બોલિંગ કરતા 46 રન આપીને 6 વિકેટ લીધી. અત્રે જણાવવાનું કે મુકેશ કુમારને સિલેક્ટર્સે ઓસ્ટ્રેલિયાની મેઈન ટીમ વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે 18 સભ્યોની ટીમ ઈન્ડિયાથી બાકાત રાખીને મોટી ચૂક કરી હોય એવું લાગી રહ્યું છે. મુકેશ કુમારને બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે ભારતના રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે. હવે મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ 6 વિકેટ લઈને સિલેક્ટર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
સિલેક્ટર્સથી મોટી ભૂલ
મુકેશકુમારે ભારત માટે પોતાની છેલ્લી મેચ 2 ફેબ્રુઆરી 2024ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં રમી હતી. અત્રે જણાવવાનું કે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે મુકેશ કુમાર જેવા ફાસ્ટ બોલરની 18 સભ્યોની ટીમ ઈન્ડિયામાં ખુબ જરૂરી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 નવેમ્બરથી શરૂ થનારી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે સિલેક્ટર્સે ફાસ્ટ બોલર ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણાને પસંદ કર્યા છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર તરીકે નીતિશકુમાર રેડ્ડીને તક અપાઈ છે.
મુકેશ કુમારનો બિહાર સાથે ગાઢ નાતો
મુકેશ કુમારે ભારત માટે 6 વનડે મેચમાં 5 વિકેટ લીધી છે. આ સિવાય મુકેશ કુમારે 17 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 20 વિકેટ અને 3 ટેસ્ટ મેચમાં 7 વિકેટ લીધી છે. મુકેશ કુમાર જમણા હાથના ફાસ્ટ બોલર છે. અત્રે જણાવવાનું કે મુકેશ કુમાર પહેલા ગોપાલગંજમાં ક્રિકેટ રમતા હતા અને તેમનું પ્રદર્શન સારું હતું. તેઓ બિહાર માટે અંડર 19 ક્રિકેટ રમી ચૂક્યા છે. મુકેશ કુમારે સીઆરપીએફમાં એન્ટ્રી માટે ખુબ મહેનત કરી હતી. પરંતુ ત્રણવાર તેઓ મેડિકલ ટેસ્ટમાં ફેઈલ થયા. ત્યારબાદ કોલકાતા પહોંચ્યા અને ક્રિકેટ રમવા લાગ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.