સ્વેટર, ધાબળા કાઢીને રાખજો: હવે ગુજરાતમાં અનુભવાશે ઠંડીનો ચમકારો, શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી…

અમદાવાદ હવામાન વિભાગે પણ આગામી દિવસો માટે હવામાનની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સુકું રહેશે. વરસાદની કોઈ આગાહી નથી.

દિવાળી જતી રહી છે, નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને નવેમ્બર પણ શરૂ થઈ ગયો છે ત્યારે હવે ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે. જો કે ગુજરાત અને અન્ય કેટલાક રાજ્યોમાં દિવસ દરમિયાન હજુ પણ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે શિયાળાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. સાથે જ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ઉત્તર અને પૂર્વ ભારતમાં પારો ત્રણ ડિગ્રી સુધી ગગડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ એટલે કે 3 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

અમદાવાદ હવામાન વિભાગે પણ આગામી દિવસો માટે હવામાનની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સુકું રહેશે. વરસાદની કોઈ આગાહી નથી. સાથે જ ગુજરાતમાં આગામી 4-5 દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી નથી. હાલમાં ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.

તો બીજ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં મિક્સ ઋતુ અનુભવાઈ રી છે. રાતે અને વહેલી સવારે શિયાળા જેવો માહોલ હોય છે, જયારે દિવસ દરમિયાન ભારે ગરમી અનુભવાય છે. મહત્તમ તાપમાનમાં 3 નવેમ્બર પછી ધીમે-ધીમે ઘટાડો થવા લાગશે. તેમણે આગાહી કરી કે 3 નવેમ્બરથી તાપમાનમાં સીધો જ 4-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જો કે હાલ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ઘટી જાય એવી શક્યતાઓ ઓછી છે.

દેશભરના હવામાન વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહેમાં 3-4 નવેમ્બરે અને દક્ષિણ આંતરિક કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 5 નવેમ્બરે આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.