રાજનીતિમાં કોઈ- કોઈનું નથી એ વાત આજે સ્પષ્ટ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં બે વિરુદ્ધ વિચારધારાની પાર્ટીઓએ ભેગા મળી સરકાર બનાવી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને NCPના અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાના 72 કલાક પહેલાં 20 નવેમ્બરને ગુરૂવારે PMOમાં થયેલી PM મોદી અને NCP સુપ્રીમો શરદ પવારની મિટીંગ મહત્વની ગણાઈ રહી છે.
- PMOમાં બંધ બારણે ગુરૂવારે થયેલી બેઠક મહત્વની બની કે પછી અજીતની રાજનીતિ?
- NCPને મળેલી મોટી ઓફરના અગાઉ ચર્ચાઈ રહેલાં તર્ક શું સાચા પડ્યા ?
- શરદ પવાર હજુ એવું કહે છે કે આ NCPનો નહીં અજીતનો અંગત નિર્ણય છે
મોદી અને પવારની ચર્ચાએ રાતોરાત સરકાર બનાવી દીધી
જો કે ગુરૂવારે મોદી અને પવારની બંધ બારણે થયેલી મુલાકાત બાદ શરદ પવારે ટ્વિટ કરી કહ્યું કે ‘હું તો પ્રધાનમંત્રીશ્રીને સુગર ઈન્સ્ટિટ્યૂટમાં આવવા માટે આમંત્રણ આપવા ગયો હતો.’ જો કે તે દિવસે મોદી અને પવાર વચ્ચે શું ચર્ચા થઈ કે રાતો રાત NCP અને BJPની સરકાર બની ગઈ. ગત રાતે ઉદ્ધવ ઠાકરેને CM બનાવવા તૈયાર શરદ પવારની પાર્ટી સવારે કેમ ફરી ગઈ.
ગુરૂવારે જ ચર્ચા હતી કે NCPને મોટી ઓફર મળશે
ગુરૂવારની બંધ બારણે થયેલી બેઠક બાદ NCPને કેન્દ્રમાં મોટા રોલની ઓફર કરાઈ હતી અને સાથે સાથે NDA સાથે ભળી જઈ સરકારના મંત્રી મંડળમાં સ્થાન અને શરદ પવારને રાષ્ટ્રપતિ પદની ઓફર સુધીની વાતો પણ થઈ હતી. જોકે આ મુદ્દે શું ચર્ચા થઈ છે એ મુદ્દે કોઈ પણ પ્રકારની ભાજપ અને NCP તરફથી સતાવાર માહિતી અપાઈ નહોતી. પણ આજની આ ઘટના સતાવાર છે એવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.