CJIએ કહ્યું કે આજના આર્થિક માળખામાં ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ છે. ચુકાદો આપતાં તેમણે કહ્યું કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક મિલકત કહી શકાય નહીં.
શું સરકારને ખાનગી મિલકત હસ્તગત કરીને તેની પુન: વહેંચણી કરવાનો અધિકાર છે? CJI DY ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેન્ચે મંગળવારે (5 નવેમ્બર) આમાં પોતાનો ચુકાદો આપી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક મિલકત ગણી શકાય નહીં. બંધારણીય બેંચે આ વર્ષે 1 મેના રોજ સુનાવણી કર્યા બાદ ખાનગી સંપત્તિ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે 1978 પછીના એ નિર્ણયોને પલટાવી દીધા જેમાં સમાજવાદી વિષયને અપનાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સરકાર સામાન્ય ભલાઈ માટે તમામ ખાનગી મિલકતો પોતાના કબજામાં લઈ શકે છે. કોર્ટે નક્કી કરી દીધું કે બંધારણના અનુચ્છેદ 39(B) ની જોગવાઈઓ અનુસાર, ખાનગી મિલકતને સામુદાયિક સંપત્તિ તરીકે ગણી શકાય નહીં અને જાહેર હિતમાં તેનું વિતરણ કરી શકાય નહીં.
જૂના નિર્ણયો આર્થિક વિચારધારાથી પ્રેરિત હતા’
કોર્ટે નક્કી કરી દીધું કે શું બંધારણની કલમ 39(B) ની જોગવાઈઓ અનુસાર, ખાનગી મિલકતને પણ સામુદાયિક મિલકત ગણી શકાય છે અને જાહેર હિતમાં તેને વહેંચી શકાય છે. CJI ડીવાય ચંદ્રચુડ બહુમતીનો નિર્ણય વાંચતા કહ્યું કે નીતિ નિદેશક સિદ્ધાંતો અનુસાર બનેલા કાયદાઓનું રક્ષણ કરતી બંધારણની કલમ 31 (C) યોગ્ય છે. CJI ચંદ્રચુડે કહ્યું, “હવે આપણે 39 (B) વિશે વાત કરીશું. 39(B) સામુદાયિક મિલકતના જાહેર હિતમાં વિતરણ વિશે વાત કરે છે. તમામ ખાનગી મિલકતને સામુદાયિક મિલકત તરીકે જોઈ શકાતી નથી. આ અંગે અગાઉ લીધેલા કેટલાક નિર્ણયો એક ચોક્કસ આર્થિક વિચારધારાથી પ્રભાવિત હતા.”
‘ ખાનગી મિલકતને સાર્વજનિક કહી શકાય નહીં’
CJIએ કહ્યું કે આજના આર્થિક માળખામાં દરેકખાનગી ક્ષેત્રનું મહત્ત્વ છે. ચુકાદો આપતાં તેમણે કહ્યું કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક મિલકત કહી શકાય નહીં. મિલકતની સ્થિતિ, જાહેર હિતમાં તેની જરૂરિયાત અને તેની અછત જેવા પ્રશ્નો ખાનગી મિલકતને સામુદાયિક મિલકતનો દરજ્જો આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.