વિરમગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા તેમનું મોત થયું હતું. ઘટનામા PSI કાર્યવાહી કરવા ગયા ત્યારે જ બુટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. જેને લઇ પીએસઆઇનું મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટનાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ આજરોજ એટલે કે તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ રીતે ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે PSI જે.એમ. પઠાણને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું છે.
માથામાં ગંભીર ઇજા થતા મોત
પીએસઆઇ મોડી રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ દસાડાથી પાટડી રોડ પર કઠાડા ગામ પાસે હતા. તે દરમિયાન તેમને દારૂની બાતમી મળી હતી. જેને લઇ તેઓ બુટલેગરોને પકડવા માટે એસએમસી ની ટીમના માણસો સાથે રોડ બ્લોક કરીને ઉભા હતા. આ દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર ટેલર ની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાઇ ન હતી, આ વખતે ટેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા. જેમાં માથામાં ગંભીર ઇજા થતા તેમનુ મૃત્યુ નિપજ્યું હતુ.
બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ અંગે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. આ બુટલેગર કોણ હતો તથા ક્યાંથી દારૂ ભરી લાવીને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.