NCP નેતા અજીત પવારે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રના નવા ઉપમુખ્યપ્રધાન બની ગયા છે.તેઓ બીજી વખત મહારાષ્ટ્રના ઉપમુખ્ય પ્રધાન બન્યા છે. જોકે મહત્વની વાત એ છે કે તેમની સામે સેંકડો કરોડના સિંચાઈ ગોટાળાના આરોપી છે અને આ મામલે ભાજપ તેમને ઘેરતી રહી છે.
મહારાષ્ટ્રમાં રાજનેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ભેગા મળીને વર્ષ 1999થી 2009ની વચ્ચે કથિત રીતે 70 હજાર કરોડ રૂપિયાનું સિંચાઈ કૌભાંડ આચર્યુ હતુ. આ કૌભાંડમાં અજિત પવારનું પણ નામ છે. 28 નવેમ્બર 2018માં મહારાષ્ટ્રના એસીબીએ અજીત પવારને સિંચાઈ કૌભાંડમાં આરોપી ઠેરવ્યા હતા. તેઓની પાસે વર્ષ 1999થી 2014 સુધી એનસીપી કોંગ્રેસ સરકારમાં સિંચાઈ વિભાગનો હવાલો સંભાળતા હતા. આ કેસની હાઈકોર્ટમાં પણ તપાસ ચાલી રહી છે.
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં ઈડીએ 24 સપ્ટેમ્બર 2019ના દિવસે એક કેસ દાખલ કર્યો હતો. જેમાં અજીત પવાર સહિત અન્ય 70 લોકો સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ થયો. આ કૌભાંડ લગભગ 25 હજાર કરોડ રૂપિયાનું છે. કથિત રીતે ખાંડ મિલોને ઓછા વ્યાજે લોન અપાઈ હતી અને ડિફોલ્ડરની સંપત્તિને સસ્તા દરે વેચી દીધી હોવાનો પણ આરોપ છે. સંપત્તિને વેચવી, સસ્તી લોન આપવી અને તેમની પાસેથી રકમ પરત લેવાથી બેન્કોને 2007થી 2011 સુધી લગભાગ એક હજાર કરોડનું નુકસાન થયુ હતુ. આ સમય ગાળામાં અજીત પવાર બેન્કના ડાયરેક્ટર હતા.
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ એનસીપી નેતા અજીત પવારે પલટવાર કર્યો હતો. તેઓએ પૂછ્યુ હતુ કે રિઝર્વ બેન્કે જે પીએમસી બેન્ક પર પાબંધી લગાવી છે. તેના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં કોણ કોણ છે. તેઓએ બેન્કમાં થયેલી ગરબડીનું ઠીકરુ ભાજપ પર પણ ફોડ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.