મહારાષ્ટ્રમાં ૨૪ ઓક્ટોબરના રોજ પરિણામ આવ્યા, સ્પષ્ટ બહુમતી કોઈને નહોતી મળવાની તે સ્પષ્ટ હતી, અમુક મીડિયાએ એજન્ડા પ્રેરિત એક્ઝીટ પોલ બતાવ્યા અને એ તદ્દન ખોટા સાબિત થયા. ત્યારબાદ ભાજપ શિવસેના ભેગા મળીને સરકાર બનાવશે તેવું કહેવાતું હતું પરંતુ બધું થયું એકદમ વિપરીત.
શિવસેનાએ કહ્યું કે ભાજપ અમને પણ ૨.૫ વર્ષ માટે સીએમ પદ આપે, ૫૦-૫૦ ના ફોર્મ્યુલાથી ચૂંટણી લડાઈ છે ત્યારે ભાજપ હવે એ નિયમથી ચાલે. ભાજપે અસહમતી દર્શાવતા શિવસેના ભાજપ ગઠબંધનથી નીકળી ગઈ અને સરકાર બનાવવા આગળ વાતચીત શરુ કરી દીધી.
ત્યારે મીટીંગોના દૌર બાદ શુક્રવારે રાત્રે કોંગ્રેસ – એનસીપી અને શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતી બની ગઈ હતી અને શરદ પવારે એની જાહેરાત પણ કરી દીધી હતી.
શનિવારે લગભગ નક્કી મનાતું હતું કે કોંગ્રેસ – એનસીપી- શિવસેના સરકાર બનાવવાનો દાવો કરી દેશે અને શનિવારે સવારે બાજી પલટાઈ ગઈ અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રીની શપથ લીધી.
મીડિયા અને સોશિયલ મીડિયામાં ભાજપ સમર્થકોએ કોંગ્રેસ – શિવસેના – એનસીપી અંગે મજાક કરતા મેસેજો ફેરવવાના શરુ કરી દીધા હતા અને ભાજપના આ ગંદા અને વરવા ખેલને ચાણક્ય નીતિ ગણાવીને લોકશાહીને શર્મસાર કરવાના કામમાં સહકાર આપ્યો.
પરંતુ કલાકોની અંદર જ શરદ પવારે બાજી પલટી નાખી, જે આંકડો આપીને ફડણવીસ અને અજીત પવારને સીએમ – ડેપ્યુટી સીએમ બનાવ્યા છે એ આંકડો તો એમની પાસે રહ્યો જ નહીં.
શરદ પવારે શનિવારે સાંજે ૪:૩૦ કલાકે એનસીપીના ધારાસભ્યોની મીટીંગ બોલાવી અને તેમાં એનસીપીના ૪ ધારાસભ્યોને બાદ કરતા ૫૧ ધારાસભ્યો હાજર થઇ ગયા.
એટલે સુધી કે જે ધનંજય મુંડે અજીત પવારને ભાજપ જોડે લઇ ગયેલા એ પણ એનસીપીમાં પાછા આવી ગયા અને અજીત પવાર પોતે પણ એનસીપીમાં પાછા જતા રહેશે એવું કહેવાય છે.
એટલે કે કોઈ ઠેકાણા વગર સરકાર બનાવવા નીકળી પડેલી ભાજપની આબરૂના ધજાગરા શરદ પવારે કરી નાખ્યા, શપથ ગ્રહણ કર્યે સરકાર નથી ટકી રહેતી, બહુમતી સાબિત કરવી પડે છે અને બહુમતી તો ભાજપ જોડે છે જ નહીં.
શરદ પવારે ભાજપની આ બધી રમતો પર પાણી ફેરવી દીધું છે અને બહુમતીનો આંકડો શરદ પવારે ભેગો કરી દેતા હવે વિશ્વાસ મતમાં ભાજપનો પરાજય નિશ્ચિત થઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.