વિક્રમ સંવત 2076, કારતક વદ તેરસને રવિવાર પ્રદોષ વ્રત, જ્ઞાનેશ્વર પુણ્યતિથિ, ગુરુ તેગબહાદુર શહીદ દિન, ચંદ્ર-મંગળની યુતિ મેષ ઉતાવળા કે આવેશભર્યા નિર્ણયો ટાળજો. ગૃહજીવનમાં મતભેદ ન સર્જાય તે જોજો. વૃષભ વ્યથા-વેદના કે તણાવ હશે તો દૂર થતાં જણાય, કાર્યલાભ અને પ્રગતિકારક.
મિથુન આપની કોઇ પણ સમસ્યાનું સમાધાન કે ઉપાય મળતો જણાશે. પ્રવાસ ફળે. કર્ક નાણાભીડ અને કોઇ અવરોધનો અનુભવ થતો લાગે. કાર્ય સફળતા મળે.
સિંહ તણાવ કે અશાંતિનાં વાદળ વિખેરાતાં જણાય. નાણાભીડ અનુભવાય. કન્યા પ્રતિકૂળતાના સંજોગોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો જણાય. મુલાકાતથી આનંદ.
તુલા આપના સામાજિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે આપના પ્રયત્નો સાર્થક બનતાં લાગે. વૃશ્ચિક નસીબના કે અન્ય કોઇના ભરોસે રહેવા કરતાં કર્મના આધારે રહેવું હિતાવહ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.