CCA ભરતી પરિક્ષા ને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિવાઇઝડ રીઝલ્ટ પ્રસિદ્ધ થઇ શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર રિવાઈઝડ રીઝલ્ટ મુકવામાં આવશે.
CCA ની ભરતી પરિક્ષાના રિઝલ્ટની ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે આજે તેમની આતુરતાનો અંત આવી શકે તેમ લાગી રહ્યું છે. જેમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિવાઇઝડ રીઝલ્ટ પ્રસિદ્ધ થઇ શકે છે. ત્યારે તાજેતરમાં જ આ માહિતી મળતા ઉમેદવારો પરિક્ષાના રિઝલ્ટને લઇને ઉત્સુક જોવા મળ્યા હતા.
ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર સાંજે રિઝલ્ટ મુકવામાં આવનાર છે. જોકે અગાઉના રિઝલ્ટના ઉમેદવારને બહાર કરવામાં આવશે નહી. તથા આમાં સમાવેશ થતા ઉમેદવારોએ ૩ દિવસમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
ઉપરાંત વધુમાં મળતી માહિતી મુજબ ગૃપ A પરીક્ષા નિયત કાર્યક્રમ મુજબ લેવામાં આવશે. જેમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ મૂજબ ફેરફાર થઇ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.