ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. પાલનપુર, વડગામ, ડીસા સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. 4.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો હોવાની વિગતો છે.
કેન્દ્રબિંદુ પાટણથી 13 કિ.મી. દૂર નોંધાયો
ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ગુજરાતના પાટણ અને બનાસકાંઠા, મહેસાણામાં રાત્રે 10.15 મિનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, આપને જણાવીએ કે, કેન્દ્રબિંદુ પાટણથી 13 કિ.મી. દૂર નોંધાયો છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી સુધી ભૂકંપની અસર અનુભવાઈ છે
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.