SBIના કરોડો ગ્રાહકોને ઝટકો! વ્યાજ દર વધતા હોમ લોન અને પર્સનલ લોન થઈ મોંઘી….

વ્યાજ દરમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

દેશની સૌથી મોટી બેંકે ગ્રાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. એકબાજુ મોંઘવારી વધી રહી છે તો બીજી બાજુ લોકોને દિવસે દિવસે નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ વ્યાજદરમાં વધારો કરી એક ફટકો આપ્યો છે. દેશની સૌથી મોટી બેંક SBIએ તેના લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

લોનના વ્યાજદરમાં વધારો કર્ય

SBI બેંકે 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ માટે લોનના દરમાં વધારો કર્યો છે. તેના કારણે કાર, હોમ લોન અને પર્સનલ લોન મોંઘી થશે. SBIએ તાજેતરમાં MCLRમાં બીજી વખત વધારો કર્યો છે. જો કે બેંકે રાતોરાત એક મહિના, બે વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળા માટે MCLRમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સમયગાળા દરમિયાન વ્યાજ દરો પહેલા જેવા જ રહેશે.

નવા વ્યાજ દરો

SBIએ 3 સમયગાળા માટે વ્યાજ દરોમાં MCLR માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેમાં 3 મહિનાની લોન પર વ્યાજ દર 8.50 થી વધારીને 8.55 ટકા અને 6 મહિનાની લોન પર વ્યાજ દર 8.85 થી વધારીને 8.90 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે એક વર્ષની લોન પર વ્યાજ દર 8.95 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવ્યો છે.

HDFC બેંકે પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો

એચડીએફસી બેંકે પણ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ દરમાં વધારો કર્યો હતો. બેંકે MCLRમાં વધારો કર્યો હતો. જે રાતોરાત એક મહિના અને 3 મહિનાની અવધિની લોન પર લાગુ થાય છે.

MCLR શું છે?

MCLR એ લઘુત્તમ વ્યાજ દર છે જેના પર બેંકો લોન આપે છે. કોઈપણ બેંક આ વ્યાજ દરથી ઓછા દરે કોઈ પણ વ્યક્તિને હોમ લોન, પર્સનલ લોન અથવા કાર લોન આપી શકશે નહીં. વર્ષ 2016માં આરબીઆઈએ બેઝ રેટ સિસ્ટમની જગ્યાએ આ સિસ્ટમ રજૂ કરી હતી. જો કે, જેમણે 2016 પહેલા લોન લીધી હતી તેઓ હજુ પણ BPLRને પાત્ર છે. જો બેંક MCLR દરમાં વધારો કરે છે. તેથી લોનની EMI આપોઆપ વધી જાય છે. આ સિવાય MCLR બેંકોના રેપો રેટ સાથે પણ સંબંધિત છે. તેથી જો MCLR દરમાં કોઈ ફેરફાર થાય છે, તો તેની સીધી અસર હોમ લોનના વ્યાજ દર પર પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.