બેરોજગારી મામલે સતત વિપક્ષનો નિશાન બનતી આવતી મોદી સરકાર માટે રાહતનાં સમાચાર

વિપક્ષ તરફથી સતત બેરોજગારીને લઈ સતત મોદી સરકાર સામે નિશાન સાધવામાં આવે છે. ત્યારે હવે કેન્દ્રની મોદી સરકાર માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. એક ન્યુઝ એજન્સીએ સરકારી રિપોર્ટ પરથી જણાવ્યું છે કે, દેશના શહેરી વિસ્તારોમાં બેરોજગારીના દરમાં ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ વચ્ચે શહેરી બેરોજગારી દર ઘટીને 9.3 ટકા પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે, છેલ્લા ક્વાર્ટરમાં બેરોજગારીનો દર 9.9 ટકા પહોંચી ગયો હતો.

આ રિપોર્ટમાં માત્ર શહેરી વિસ્તારોના ડેટાને સામેલ કરવામાં આવ્યો છે અને દેશના ગ્રામીણ વિસ્તારોના ડેટાને તેમાં સામેલ કરવામાં આવ્યો નથી. સરકારની એક રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. જોકે, આ રિપોર્ટ અત્યાર સુધી પ્રકાશિત કરવામાં નથી આવી. રોયટર્સે આ રિપોર્ટનો રિવ્યૂ કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ આંકડો ‘કરેન્ટ વિકલી’ પદ્ધતિના આધારે મેળવવામાં આવ્યા છે.

15-29 વર્ષના યુવાઓમાં પણ માર્ચ, 2019ના ક્વાર્ટરમાં બેરોજગારી દર ઘટીને 22.5 ટકા પર આવી ગયો છે, જોકે, બીજા ક્વાર્ટરમાં 23.7 ટકા હતો. દેશની કુલ વસ્તી 1.3 અબજમાંથી 15-29 વર્ષના યુવાઓની સંખ્યા 1 તૃતિયાંશ છે. આમ વય મર્યાદામાં બેરોજગારી દરમાં ઘટાડો થવો પણ સરકાર માટે રાહતના સમાચાર છે. જણાવી દઈએ કે, 2017 -જૂન 2018 વચ્ચેની વાર્ષિક રિપોર્ટ, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં લીક થઈ હતી અને એક સમાચાર પત્રમાં પ્રકાશિત થઈ હતી, તેમાં ખુલાસો થયો હતો કે, દેશમાં બેરોજગારી દર 45 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ત્યાર બાદ મોદી સરકારે મે મહિનામાં આ રિપોર્ટને પ્રકાશિત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.