બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું, આણંદના શખ્સે મર્ડરમાં કરી હતી મોટી મદદ…

Baba Siddique Murder Case : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ હત્યા કેસમાં સંયોજક અને ફાયનાન્સરની ભૂમિકા ભજવનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 25માં આરોપી તરીકે સલમાન વોરાની ધરપકડ કરી છે

બાબા સિદ્દીકી હત્યા કેસના તાર ગુજરાત સાથે જોડાયા છે. આ હત્યાકાંડમાં આણંદ કનેકશન સામે આવ્યું છે. પેટલાદના સલમાન વોરા નામના શખ્સની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. સલમાન વોરાએ હત્યારાઓને પૈસા પહોંચાડ્યા હોવાનો આરોપ લાગ્યો છે. સલમાન વોરાએ પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. સલમાન વોરાની અકોલાના બાલાપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પેટલાદમાંથી અન્ય યુવકની પણ ધરપકડ કરાઈ હોવાની ચર્ચા છે.

  • બાબા સિદ્દીકી હત્યા કેસમાં 25માં આરોપીની ધરપકડ
  • પોલીસે અકોલામાંથી સલમાન વોરાની ધરપકડ કરી હતી
  • સલમાન વોરા મૂળ આણંદના પેટલાદનો રહેવાસી
  • સલમાન વોરાએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા

સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રામાં હત્યા કરવામાં આવી હતી

બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલાથી સલમાન ઈકલાબ વોરાની ધરપકડ કરી છે. આ હત્યાકાંડમાં આ 25 માં આરોપીની ધરપકડ છે. પોલીસ સલમાન વોરાની ધરપકડને આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મહત્વનો પુરાવો માની રહી છે. પોલીસનું કહેવું છે કે, વોરાએ મર્ડરની ઘટનામાં આર્થિક રીતે મદદ કરી હતી. વોરાએ અન્ય આરોપીઓને રૂપિયા મોકલ્યા હતા. એનસીપી નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી.

ગુજરાત સાથે છે કનેક્શન

બાબા સિદ્દીકીની હત્યામાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં વોરા નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. પોલીસનો દાવો છે કે, તેણે ગુજરાતમાં પોતાના બેંક ખાતાના માધ્યમથી આરોપીઓને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે પહેલા બે આરોપીઓને અટકાયત કરી હતી. તેમણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન વોરાને અકોલાના બાલાપુરથી પકડી લીધો છે. વોરા ગુજરાતના આણંદ જિલ્લાના અર્બન પાર્કનો રહેવાસી છે. પોલીસે આ કેસમાં 24 મા આરોપી તરીકે આકાશદીપ ગિલની ધરપકડ કરી હતી, જે પંજાબનો રહેવાસી છે. બંને સંદિગ્ધોને કોર્ટમાં રજૂ કરવામા આવ્યા છે, અને પોલીસ હિરાસતમાં મોકલી દેવાયા છે.

બંનેનો રોલ મોટો હતો

પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, ગિલ હેન્ડલર અને શુટરની વચ્ચે તાલમેલ કરતો હતો, જ્યારે કે વોરા ફાઈનાન્શિયલ લેણદેણમાં મદદ કરતો હતો. પોલીસે રૂપિયાના સ્ત્રોતની તપાસ કરવા માટે બંનેના રિમાન્ડની માંગણી કોર્ટ પાસે કરી હતી. પોલીસે આરોપ લગાવ્યો કે, મે, 2024 માં ગુજરાતમાં ખોલવામાં આવેલ વોરાના કર્ણાટકના બેંક ખાતાનો ઉપયોગ અનેક આરોપીઓને ફંડ ટ્રાન્સફર કરવા માટે કરાયો હતો. જેમાં અન્ય એક આરોપી ગુરનૈલ સિંહનો ભાઈ નરેશકુમાર સિંહ પણ સામેલ છે. અન્ય લોકોમાં રૂપેશ મોહોલ અને હરીશકુમાર સામેલ હતા. પોલીસનું માનવં છે કે, આ આર્થિક લેણદેણે હત્યાનું ષડયંત્ર રચવા માટે મોટી મદદ કરી છે. પોલીસ દ્વારા રૂપિયાના સ્ત્રોતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.