કેન્દ્ર સરકારના કાર્યાલયોથી રિટાયર તમામ કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે હવે ફોર્મ 6-એ ભરવું પડશે. આ ફોર્મ ભવિષ્ય કે ઈ-એચઆરએમએસ 2.0 પોર્ટલ દ્વારા ફક્ત ઓનલાઈન ભરી શકાય છે. પેન્શન પ્રક્રિયા સંલગ્ન આ નવો નિયમ દેશમાં 6 નવેમ્બરથી લાગૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકારની નોકરીમાંથી રિટાયર થનારા કર્મચારીઓના હવે કાગળ પર લખીને જમા કરાતી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.
મીડિયા રિપોર્ટ મુજબ આ જાણકારી ભારત સરકારના કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવતા પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિફિકેશનમાં અપાઈ છે. પહેલા પેન્શન માટે અરજી કાગળ પર લખીને કરી શકાતી હતી પરંતુ હવે કેન્દ્ર સરાકારની નોકરીઓમાંથી રિટાયર થઈ રહેલા કર્મચારીઓ માટે પેન્શન માટે ઓનલાઈન પેન્શન ફોર્મ ભરવું પડશે. આ નવો નિયમ સરકારી પ્રક્રિયાઓને ડિજિટલ બનાવવા માટે એક મોટા પગલાંનો હિસ્સો છે.
કેન્દ્ર સરકારની નોકરીઓમાંથી રિટાયર થનારા કર્મચારીઓ માટે તે 16 નવેમ્બરથી ઉપલબ્ધ છે. આ માટે 4 નવેમ્બર 2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જે ઓનલાઈન પોર્ટલ પેન્શન પ્રક્રિયાને સરળ અને વધુ પ્રભાવી બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ ફેરફાર હેઠળ પેન્શન પ્રક્રિયાને વધુ સુચારુ રૂપથી ચલાવવા માટે સંબંધિત અધિકારીઓને તાલિમ પૂરી પાડવાની છે.
આ તાલિમ સત્ર કાર્યાલયના પ્રમુખો અને નોડલ અધિકારીઓને નવી સિસ્ટમનો ઉપયોગ કરવાની રીતને સમજવામાં મદદ કરશે. તાલિમ કાર્યક્રમ જલદી શેર કરાશે. તમામ સરકારી મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ અપાયા છે કે તેઓ સુનિશ્ચિત કરે કે આ નવો નિયમ તમામ કર્મચારીઓ સુધી પહોંચે અને તમામ લોકો પેન્શન દાવા માટે નવી પ્રક્રિયાનું પાલન કરે.
શું છે આ પેન્શન ફોર્મ 6-એ
રિટાયર થનારા કર્મચારીની સુવિધા માટે સરળીકૃત પેન્શન ફોર્મ 6-એ તૈયાર કરાયું છે. આ ફોર્મ છ, આઠ, ચાર, ત્રણ, એ, ફોર્મેટ 1, ફોર્મેટ 9, એફએમએ અને ઝીરો ઓપ્શન ફોર્મને ભેગુ કરીને તૈયાર કરાયું છે. આ માટે સીસીએસ પેન્શન નિયમ 2021ના નિયમ 53, 57, 58,59, 60 માં ફેરફાર કરાયો છે. વ્યય વિભાગ, વિધિ અને ન્યાય વિભાગ, લેખા મહાનિયંત્રણક, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, કાર્મિક અને તાલિમ વિભાગ જેવા તમામ પક્ષોની સલાહ બાદ આ સંશોધનને નોટિફાય કરાયું છે.
રિયાટરમેન્ટના દિવસે પેન્શન ઓર્ડર આપવાની તૈયારી
કેન્દ્ર સરકારની નોકરીમાંથી રિટાયર થનારા કર્મચારીઓ માટે પેન્શન ફોર્મ 6એ ‘ભવિષ્ય’ કે ઈ-એચઆરએમએસ પોર્ટલ પર એકીકૃત કરાયું છે. ‘ભવિષ્ય’ પોર્ટલ પેન્શન અને પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટની એક પહેલ છે. જે હેઠળ પ્રયત્ન થી રહ્યા છે કે રિટાયર થનારા સરકારી કર્મચારીઓને રિટાયરમેન્ટના દિવસે જ તમામ બાકી પેમેન્ટ અને પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.