ડાયણ છે ડાયણ! સાસરિયાઓએ ગર્ભવતી મહિલાના ટુકડે ટુકડા કર્યા, અંધશ્રદ્ધાનો દર્દનાક કિસ્સો…

પાકિસ્તાનમાં એક પ્રેગ્નેન્ટ મહિલાની ખૂબ જ ભયજનક હત્યા થઈ છે. પરિવાર વાળાઓએ જ મળીને મહિલાને મારી નાખી અને ડઝનેક કટકા કરી નાખ્યા, પરંતુ ગુનો છુપાવી ન શક્યા અને પકડાઈ ગયા.

પાકિસ્તાનમાં એક મહિલાની ખૂબ જ ભયજનક હત્યા થઈ છે. મહિલા એક બાળકની મા હતી અને તે પ્રેગ્નેન્ટ પણ હતી. હત્યા એટલી દર્દનાક હતી એક સાંભળવા વાળા પણ ધ્રુજી ઉઠે. હત્યા કર્યા બાદ સાસરી વાળાઓએ ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસે તાપસ કરી તો સમગ્ર હકીકત સામે આવી. શું કાળા જાદુ માટે એક પ્રેગ્નેટ મહિલાના સાસરી વાળાઓને મારી નાખી અને તેના કટકા કર્યા?

ઘટના ગત અઠવાડિયામાં લાહોરથી લગભગ 100 કિલોમીટર દૂર સિયાલકોટ જિલ્લાના દાસકા વિસ્તારની છે. જારા કાદિર નામની મહિલા ગયા અઠવાડિયે લાપતા થઈ હતી. આ બાદ પોલીસને મહિલાની કાપેલી લાશ મળી. જ્યારે તેની ઓળખ કરવામાં આવી ત્યારે સાસરી વાળાઓએ તેને ઓળખી લીધી.

પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી હકીકત

પોલીસની તપાસમાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સાસુ સુગરન બીબી, તેની દીકરી યાસ્મીન, તેનો પૌત્ર હમઝા અને દૂરનો સંબંધી નવિદ શામેલ છે. પોલીસનું કહેવું છે કે આ ચારોએ સૂતેલી ઝારાના મોઢાને તકિયાથી દબાવી દીધું. જ્યારે ઝારાનું મોત થયું તો મોઢાને સળગાવી દીધું.

ઓળખ ન થાય એટલા માટે મોઢાને સળગાવી દીધું. આ પછી ઝરાના શરીરના ડઝનેક કટકા કરી નાખ્યા, પછી તેને ત્રણ કોથળામાં ભરીને નાળામાં ફેંકી દીધા. મળતી માહિતી પ્રમાણે ઝારા પ્રેગ્નેન્ટ હતી અને એક બાળકની મા પણ હતી. ઝારાની સાસુ એ જણાવ્યું કે તેને ઝારા પર વહેમ હતું કે તે કાળો જાદુ કરે છે અને પુત્ર પણ તેને જ પૈસા આપતો હતો.

ઝારા એક પોલીસ અધિકારીની દીકરી હતી. જેને લગભગ ચાર વર્ષ પહેલા કદિર અહમદથી લગ્ન કર્યા હતા. બંનેને એક ત્રણ વર્ષનો દીકરો પણ છે. લગ્ન બાદ ઝારા તેના પતિ સાથે સાઉદી અરબ ચાલી ગઈ હતી, તે થોડા મહિના પહેલા જ પાકિસ્તાન આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.