અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકાની જિંદગીમાં કોણ આવ્યું? હાથમાં હાથ નાખીને નજરે પડી….

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર અલગ થઈ ગયા છે. આ દરમિયાન અભિનેત્રી બીજા કોઈ વ્યક્તિ સાથે જોવા મળી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ ફાઇનલી પૂરો થઈ ગયો છે. આ અમે નથી કહેતા, પરંતુ ‘સિંઘમ અગેન’ ના પ્રમોશન ઇવેન્ટમાં અર્જુન કપૂરે પોતે કહ્યું હતું કે તે સિંગલ છે. ત્યારે મલાઇકાના બર્થ ડે પર પણ અભિનેતાએ તેને બર્થ ડે વિશ નહોતી કરી તો અફવાઓને વધારે હવા મળી. અભિનેત્રી જ્યાં દરેક ઇવેન્ટમાં અને વેકેશનમાં અર્જુન સાથે જોવા મળતી હતી, હવે તે એકલી જ બધી જ ઇવેંટમાં જાય છે અને વેકેશનમાં દીકરા સાથે જોવા મળી રહી છે.

ત્યારે હવે સોશિયલ મીડિયા પર મલાઈકાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બીજા કોઈની સાથે હાથોમાં હાથ નાખીને જોવા મળી રહી છે. તેને સાથે જોઈને યુઝર્સના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા છે.

અર્જુન નહીં બીજા કોઈ સાથે જોવા મળી મલાઈકા

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર અલગ થઈ ગયા છે. આ દરમિયાન અભિનેત્રી બીજા કોઈ વ્યક્તિ સાથે જોવા મળી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ આ મોકા પર બ્રાઉન રંગની પેન્ટ અને સાથે વ્હાઇટ રંગનું ક્રોપ ટોપ પહેર્યું છે. તેની સાથે જોઈ પુરુષ છે જે અર્જુન તો નથી. હવે લોકોને લાગે છે કે અભિનેત્રીના જીવનમાં બીજા કોઈ ની એન્ટ્રી થઈ ગઈ છે.

લડખડતી મલાઇકાને સાચવવા વાળો કોણ?

મલાઇકા અરોરાનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નાના ટોપમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેને પોતાની આઉટફિટ સાથે હાઇ હિલ્સ પહેરી છે. એવામાં તે જ્યારે ડિનર ડેટ પરથી બહાર આવી ત્યારે લડખડતી જોવા મળી. જોકે જેની સાથે મલાઇકા જોવા મળી તેને આપણે નહીં ઓળખતા, ન આ પહેલા તેની સાથે અભિનેત્રીને જોઈ. કે પછી મલાઇકાએ તેની સાથે કોઈ સંબંધ સ્વીકાર્યો છે, પરંતુ બંને જેવી રીતે કેપ્ચર થયા છે તેમાં લાગે છે કે તેઓ એક બીજાની નજીક છે.

લોકોએ કરી મસાલેદાર કોમેન્ટો  

જેવી જ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થી તો લોકોના કાન ઉભા થઈ ગયા. એક પછી એક ઘણી કોમેન્ટો આવી રહી છે. એકે લખ્યું- આ કોણ છે આંટી. બીજા એ લખ્યું – લાગે છે કે બીજું કોઈ મળી ગયું છે. ત્રીજા એ લખ્યું – તે કોઈ છે? એકે તો લખ્યું – બીજા કોઈના પ્રેમમાં પડી ગઈ છે આ. ત્યારે અમુક લોકો તેની આઉટફિટને લઈને ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે, જેમાં એકે લખ્યું અત્યારે જ તો પિતાનું મોત થયું છે, અને કોઈ શરમ જ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.