અમદાવાદમાં મધરાત્રે ઘાતકી મર્ડર! રસ્તા વચ્ચે લોહી લુહાણ હાલતમાં યુવક તડપતું મોત, વીડિયોમાં બનાવ કેદ…

અમદાવાદના કાગડાપીઠમાં હત્યા લાઇવ વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

શહેરમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી કાગડાપીઠ વિસ્તારમાં. કે જ્યાં એક વ્યક્તિએ તેના અંગે બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે. તો એક વ્યક્તિ ઘાયલ છે.

તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા

શહેરમાં અલ્પેશ સુરસંગજી ઠાકોરની કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી. આ બનાવ બન્યો રાયપુર અને કાગડાપીઠ પોલીસ હદમાં આવેલ ન્યુ કલોથ માર્કેટ ગેટ 4 પાસે જોગણી માતાના મંદિર નજીક. અલ્પેશ તેના મિત્ર મહેશ સાથે એ વિસ્તારમાં હતો ત્યારે કેટલાક શખ્સો આવ્યા અને તેને મારવા લાગ્યા. ક્યાં ટોળા પણ એકઠા થયા. આ ઘટનામા મહેશ ઠાકોર ઘાયલ થયા તો અલ્પેશ ઠાકોરને વધુ ઇજા હતા મોત નીપજ્યું.

ઘટના અંગે વધુ જાણવા vtv જ્યારે ઘાયલ મહેશ ઠાકોર પાસે પહોંચ્યું તો સામે આવ્યું કે ઘટનામાં હુમલો કરનારામાં જીગ્નેશ શર્મા હતો જે મુખ્ય હતો જેની સાથે વિશાલ ચુનારા, વિરાજ ચુનારા ઉર્ફે બીલ્લો અને વિક્કી ચુનારા હતો. જેમાં જીગ્નેશ દારૂનું સ્ટેન્ડ ચલાવતો હોવાની માહિતી મહેશે આપી. જે જીગ્નેશે બે દિવસ પહેલા અલ્પેશને કોલ કરી તેના સ્ટેન્ડ અંગે પોલીસ ને બાતમી કેમ આપી તેમ કહી ઝગડો કર્યો હતો. જોકે મહેશન કહેવા પ્રમાણે અલ્પેશે કોઈ બાતમી આપી ન હતી અને તેનું નામ ખોટું અપાયું હતું. જે અંગે ની અદાવત રાખી રવિવાર રાતે અલ્પેશ પર હુમલો કરાયો જ્યાં તેનું મોત નિપજયુ. તો અલ્પેશને બચાવવા પડેલા મહેશ ઠાકોર ઘાયલ થયા. જે મૃતક અલ્પેશન તે જ વિસ્તારમાં આવેલ સરકારી મકાનો એવા કરણમૂકતેશ્વર એપાર્ટમેન્ટમાં રહે છે અને ટીફીન નું કામ કરતો. જેના પરિવારમાં માતા. પિતા. પત્ની અને નાના બે બાળકો છે. અને તેમાં પણ અલ્પેશ એક નો એક કમાઉ દિકરો હોવાથી હવે પરિવાર ના ગુજરાણ પર પ્રશ્ન સર્જાયો છે.

અલ્પેશનું મોત થતા પરિવારનો એક નો એક સહારો છીનવાઈ ગયો છે. પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે હુમલા અને હત્યા ની ઘટનામાં આરોપીઓ ક્યારે પકડાય છે તે જોવાનું રહે છે. કેમ કે તે વિસ્તારમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જીગ્નેશ દારૂનું સ્ટેન્ડ ચલાવે છે. જેના માટે તે પોલીસને ભરણ પૂરું પાડે છે. અને જો તેમ હોય તો પોલીસ તેની સામે કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. જે તમામ બાબતે તપાસ થવી અને ખુલાસો થવો જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.