સૌરાષ્ટ્ર ગુજરાતનું અને ખેડુતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળી ની જણસીની આવક કરવામાં આવી હતી. યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ડુંગળી અને મગફળીની જણસીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી બન્ને જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
ડુંગળી અને મગફળીની મબલખ આવક નોંધાઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જણસીની આવક કરવામાં આવી હતી જેમાં ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થવા પામી હતી. યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી રૂ. 900 સુધીના ભાવ બોલાયા હતા. અને મગફળીના 20 કિલોના ભાવ રૂ.800 થી રૂ.1200 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો.
સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ગોંડલ યાર્ડ પર ભરોસો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડ વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણ આવકથી આગવું સ્થાન ધરાવે છે. અને ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ ગોંડલ યાર્ડમાં મળી રહે તેને લઈને સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો જેમકે રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા માટે આવી પહોંચે છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ હજારોની સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલ જોવા મળતી હોય છે. વિવિધ જણસીની હરાજીમાં ખેડૂતોને પોતાની મેહનત થી પકવેલ પાકનો પૂરતો ભાવ મળી રહે છે તેને લઈને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અહીં આવી પહોંચે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.