અંબાલાલ પટેલે જણાવ્યું કે, સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે. તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જશે. મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે. આખો દેશ હવે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ગુજરાત પણ ટાઢુબોળ થવાની શરૂઆત થઈ ગઈ છે.
સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઠંડી હજી વધશે. પરંતું આ વચ્ચે આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે. અરબી સમુદ્રમાં જલ્દી જ એક તોફાન ઉઠવાનું છે, જેને કારણે વરસાદની આગાહી છે. ત્યારે આ મહાતોફાનને કારણે ગુજરાતમાં શું અસર થશે તે સમય બતાવશે.
ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ગાંધીનગર, નલિયામાં તો તાપમાન સતત ઘટી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. બીજીતરફ અંબાલાલ પટેલે પણ હવામાનની જાણકારી આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માલદીવ અને વિષુવવૃત્તીય હિંદ મહાસાગરમાં નીચલા ટ્રોપોસ્ફિયરમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. જેના કારણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર સુધી ભારતીય વિસ્તારમાં ચાટ બની છે. જેના કારણે દક્ષિણ ભારતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળી ચમકશે. પૂર્વ અરબી સમુદ્ર લક્ષદ્વીપ વિસ્તાર, કોમોરિન વિસ્તાર દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબારમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે.
ચક્રવાતની અસરને પગલે તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંદામાન નિકોબાર ટાપુઓ પર કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા વાવાઝોડાં પડી શકે છે. વીજળી પડવાની પણ સંભાવના છે. માહે અને કરાઈકલ સહિત ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જોકે, ગુજરાતમાં હાલ તેની અસરની કોઈ આગાહી નથી.
અંબાલાલ પટેલની આગાહી પણ કહે છે કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે.
અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.
બીજી તરફ તારીખ 22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેશર બનશે. અને 22 થી 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશન બનશે. જેના કારણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.