ખ્યાતિ હોસ્પિટલ કાંડના કેબિનેટમાં પડઘા, CM ભૂપેન્દ્ર પટેલે પટેલે આપ્યા કડક આદેશ, કહ્યું પણ લોકો હેરાનગતિ ન પડે…

અમદાવાદમા ખ્યાતી હોસ્પિટલના મોતકાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે હોસ્પીટલ અને આરોપીઓના નિવાસ્થાને સર્ચ કરીને મહત્વના પુરાવા મેળવ્યા હતા. જેમાં વોન્ટેડ આરોપી વિરૂધ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરી છે, ત્યારે ડોકટર આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપનાર પોલીસ કર્મીને પોલીસ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમા ખ્યાતી હોસ્પીટલમા PMJAYનો લાભ લેવાના કૌભાંડ અને બે દર્દીઓના મોત કેસની તપાસ પોલીસ કમિશ્નર જી એસ મલીકે ક્રાઈમ બ્રાંચને તપાસ સોપ્યા બાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચે તપાસ માટે ત્રણ ટીમની રચના કરી હતી. અને મેડીકલ ટીમ અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીને તપાસ તેજ કરી છે. આ કેસમા ક્રાઈમ બ્રાંચે ડો પ્રશાંત વજરાણીની કસ્ટડી મેળવી લીધી. જયારે ચાર વોન્ટેડ આરોપી ડો કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત, ડો સંજય પટોલીયા અને રાજશ્રી કોઠારી વિરૂધ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરી છે.

સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

વધુ માહિતી આપતા ક્રાઇમબ્રાન્ચના જેસીપી શરહ સિંઘલે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાંચની ટીમે ખ્યાતી હોસ્પીટલ અને આરોપીઓના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. હોસ્પીટલમા યુએન મહેતા હોસ્પીટલની મેડીકલ ટીમને સાથે રાખીને સર્ચ કરવામા આવ્યુ હતુ. ત્યારે ક્રાઈમ બ્રાચે મહત્વના દસ્તાવેજો,ઈલેકટ્રોનિકસ પુરાવા અને ફાઈલ જપ્ત કરી હતી. આ ઉપરાંત ડો કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત, ડો સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી અને ડો પ્રશાંત વજરાણીના નિવાસ સ્થાને સર્ચ કરીને ડીજીટલ ડોકયુમેન્ટ, રજીસ્ટ્ર અને પેનડ્રાઈવ કબજે કરી છે.

ખ્યાતિ નર્સિંગ કોલેજ પર ખતરો

ખ્યાતિ હોસ્પિટલમા ગૂજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમ દ્રારા પણ તપાસ શરૂ કરવામા આવી છે. ખ્યાતિ હોસ્પિટલ બંધ થતાં ખ્યાતિ નર્સિંગ કોલેજ પર ખતરો વધ્યો છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમએ નર્સિગ કોલેજને લઈને અભિપ્રાય રિપોર્ટ તૈયાર કર્યો છે. આ નર્સિંગ કોલેજ માં GNMમા 56 વિદ્યાર્થી BSC નર્સિંગ 154 વિધાર્થીઓ છે. જેમા ચાલુ વર્ષમાં GNM નર્સિંગ 30 શીટની સામે 2 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું અને BSC નર્સિંગમાં 40 સીટ સામે 9 એડમિશન થયા છે. જેથી પ્રથમ વર્ષમાં એડમીશન લીધેલા વિદ્યાર્થીઓના એડમિશન રદ થશે. જયારે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ અન્ય કોલેજ માં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. તેમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતુ.

ટ્રીટમેન્ટ આપનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

બીજી તરફ ખ્યાતિ હોસ્પીટલને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરીને વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ મેડીકલ માફીયાએ કેટલાનુ કૌભાંડ આચર્યુ તેની તપાસ સાથે આરોપીના મિલકતની પણ તપાસ શરૂ કરી છે. ઉપરાંત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી દ્વારા ડો. પ્રશાંતની VIP ટ્રીટમેન્ટ આપવાના મામલો તપાસ અધિકારી દ્વારા PI સહિત પોલીસ સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા હતા. તથા પોલીસ સ્ટેશનના CCTV તપાસવામાં આવ્યા. વધુમાં ડો. પ્રશાંતની સરભરા કરવા મામલે આરોપ સંલગ્ન દસ્તાવેજો તપાસવામાં આવ્યા. જે બાદ આરોપી ડોકટરને વીઆઈપી ટ્રીટમેન્ટ આપનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેસનના પીએસઓ હેડ કોન્સ્ટેબલ લાલસંગ સાગરદાનને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

અમદાવાદમાં થયેલ ખ્યાતિ હોસ્પિટલનો PMJY કાંડ કેબિનેટમાં ગુંજ્યો હતો. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડક સૂચના કરી હતી. જેમાં તેઓએ PMJY યોજના માટે હોસ્પિટલની કડક SOP બનાવવા સૂચના આપી હતી. તેઓએ SOP ની કડક અમલવારી પરંતુ લોકો હેરાન ના થવા જોઈએ તેમ જણાવ્યું હતુ. ત્યારે ટૂંક સમયમાં ટુંકા સમયમાં આરોગ્ય વિભાગ PMJY યોજના અંગેની હોસ્પિટલ માટેની SOP જાહેર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક SOP જાહેર કરાશે. ઉપરાંત હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.