SBI ગ્રાહકો હવે મહિનામાં 12 વખત જ ATMમાંથી મફતમાં પૈસા ઉપાડી શકશે

જો તમારું પણ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં એકાઉન્ટ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. SBIના ATMમાંથી પૈસા ઉપાડવાથી લઇને બેંક શાખાઓમાંથી પૈસા ઉપાડવા અને જમા કરાવવાના નિયમો બદલાયા છે. હવે SBIના ગ્રાહકો ફક્ત 12 વખત ATMમમાંથી પૈસા મફતમાં ઉપાડી શકશે.

SBIના ATMમાંથી નિઃશુલ્ક ઉપાડની મર્યાદા વધી જશે. જ્યારે મેટ્રો શહેરના ગ્રાહકો SBIના ATMમાંથી દસ વખત ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકે છે, તો અન્ય શહેરોમાં આ મર્યાદા વધારીને 12 કરવામાં આવી છે. આટલું જ નહીં, SBI અકાઉન્ટમાં નિર્ધારિત માસિક સરેરાશ બેલેન્સ જાળવી ન રાખવા બદલ દંડની રકમમાં પણ 80%નો ઘટાડો થયો છે.

SBI હવે 3 ફ્રી કેશ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન મહિનામાં આપશે. ત્યારબાદ બેંક તમારી પાસેથી 50 રૂપિયા અને GST ચાર્જ કરશે.

SBI ખાતાધારકો, જેમનું સરેરાશ માસિક બેલેન્સ 25,000 રહેતું હોય તેઓ બેંક બ્રાંચમાંથી 2 વાર કોઇ ચાર્જ વગર પૈસા ઉપાડી શકે છે.

50,000થી 1,00,000 રૂપિયાનું સરેરાશ બેલેન્સવાળા ખાતાધારકો 15 વખત બેંક શાખામાંથી ફ્રીમાં રોકડ ઉપાડી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.