ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં બિલ્ડીંગ પ્લાન મંજૂરીમાં મોટો ઘટાડો થયો છે. ટીપી શાખાના નવા નિયમો અને વહીવટી અડચણોને કારણે વિકાસ કામો અટકી પડ્યા છે. બિલ્ડરો સરકારમાં રજૂઆત કરી રહ્યા છે, 20 કરોડથી વધુનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સરકાર તાત્કાલિક ઉકેલ શોધવા પ્રયાસ કરી રહી છે.
TRP ગેમઝોન અગ્નિકાંડ થયાં બાદ રાજકોટના વિકાસને ગ્રહણ લાગી ગયું છે.શહેરમાં ટીપી શાખાના નિયમોની એવી આંટીઘૂંટી છે કે બિલ્ડીંગ પ્લાન મંજૂર થઇ રહ્યા નથી. બિલ્ડરોએ આ અંગે સરકારમાં નગારે ઘા કર્યો છે. નવાઇની વાત તો એ છે કે પ્લાન મંજૂર ન થવાને કારણે રાજકોટનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.
એક મહિનામાં એકપણ પ્લાન મંજૂર નહીં
ટીઆરપી ગેમ ઝોન અગ્નિંકાડ થયાં બાદ રાજકોટના વિકાસને જાણે ગ્રહણ લાગી ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે. સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટ શહેરમાં રિયલ એેસ્ટેટની વિકાસ યાત્રા થંભી ગઇ છે.રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનામાં એકપણ પ્લાન મંજૂર થયો નથી. એક માહિતી પ્રમાણે છેલ્લા 6 મહિનામાં કુલ 10 જેટલી હાઇરાઇઝ બિલ્ડિંગોએ પરવાનગી માંગી હતી, જેમાંથી માત્ર એક જ બિલ્ડિંગનો પ્લાન મંજૂર થયો છે, જ્યારે એક જ બિલ્ડીંગને બીયુ પરમીશન આપવામાં આવી છે. બિલ્ડિંગોની પરવાનગી ન મળવાને કારણે રાજકોટનો વિકાસ અટકી પડ્યો છે.
બિલ્ડર્સોમાં જોવા મળી રહ્યો છે રોષ
આ મુદ્દે બિલ્ડરો આક્રમક મૂડમાં છે. રાજકોટ બિલ્ડીંગ એસોસિએશન દ્રારા આ મુદ્દે ગાંધીનગરમાં શહેરી વિકાસ સચિવને રજૂઆત કરી હતી અને રાજકોટમાં વહિવટી વિસંગતતાઓ દૂર કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે સરકાર પાસે તાત્કાલિક આ કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી.મહેશ રાજપૂતે કહ્યું હતું કે બીયુ પરમીશનના અભાવને કારણે ઘણા લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યું નથી.બીયુ પરમીશન ન આવવાથા દસ્તાવેજો થતાં નથી અને તેના કારણે સામાન્ય માણસ અને બિલ્ડરો બંન્ને હાલાકી ભોગવી રહ્યા છે.શું પડી રહી છે મુશ્કેલી ?
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખાની ભુમિકા સામે આવી હતી જેના કારણે જ ટીપીઓથી લઇને એન્જિયરો જેલના સળિયા પાછળ છે. આ ઘટના બાદ નવા અધિકારીઓ દ્વારા ટીપી શાખાની સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું અને નવા 11 પરિપત્રો લાગુ કરવામાં આવ્યા. જેના કારણે સોઇ જેટલી ગેરરિતી ચલાવી લેવામાં આવતી નથી. સૌથી મહત્વની બાબત 2 ફૂટની બાલ્કની બાબતે મડાગાંઠ સર્જાયેલી છે જેમ કે અત્યાર સુધી મહાનગરપાલિકા કોઇપણ બિલ્ડીંગમાં આર્કિટેક્ચર એલિવેશન માટે મૂકવાની રહેતી જગ્યામાં બિલ્ડરો કાં તો બાલ્કની વધારી દેતા હતા અથવા તો રૂમની સાઇઝ વધારી દેતા હતા.
જો કે હવે મહાનગરપાલિકાએ જો આવું એલિવેશન કે શુસોભનની જગ્યા બિલ્ડરે ઉપયોગ કરી હોય તો તેવા પ્લાન પાસ થઇ રહ્યા નથી. આ ઉપરાંત સામાન્ય બાબતોને પણ વિશેષ ધ્યાન આપીને પ્લાન મંજૂર થઇ રહ્યા નથી. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો છે કે શહેરના વિકાસ માટે સરકાર અને મનપા પ્રયત્નશીલ છે, પરંતુ કેટલાક ટેક્નિકલ મુદ્દાઓને કારણે પ્લાન પાસ કરવામાં વિક્ષેપ પડી રહ્યા છે જે અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગ્યું છે ટૂંક સમયમાં નિર્ણય થશે.
સરકારી તિજોરીને પણ નુકસાન
બિલ્ડીંગ પ્લાન પાસ ન થવાને કારણે રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી તિજોરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. એક માસમાં બિલ્ડીંગોના પ્લાન પાસ ન થવાને કારણે તંત્રને સરકારને ૨૦ કરોડની આવક ઘટી હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર માસમાં શહેર જિલ્લાની કુલ 18 જેટલી રજીસ્ટ્રાર ઓફિસમાં 14448 જેટલા દસ્તાવેજો થયાં હતા જેની સામે 9645 જેટલા દસ્તાવેજો થયાં હતા એટલે કે ગત માસ કરતા 4800 થી વધારે દસ્તાવેજો ઓછા થયાં. આ દસ્તાવેજોમાં હાઇ રાઇઝ બિલ્ડીંગોની સંખ્યા ખૂબ જ ઓછી છે. બિલ્ડીંગ પ્લાન મંજૂર ન થતાં દસ્તાવેજો થઇ રહ્યા નથી અને સરકારની તિજોરીને પણ એક જ માસમાં 20 કરોડનું નુકસાન પહોંચ્યું છે.
હવે આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો છે કેટલાક ટેક્નિકલ મુદ્દાઓને કારણે પ્લાન અટકવાના વધતા કિસ્સાઓ અંગે સરકારનું પજ્ઞ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. પહેલાની વાત કરવામાં આવે તો ટીપી શાખા અને આર્કિટેકો નિયમોમાં બાંધછોડ કરીને પ્લાન મંજૂર કરાવી લેતા હતા. જેના કારણે બિલ્ડરોને હાલમાં વધારે મુશ્કેલીઓ પડી રહી છે, જો કે હાલમાં મહાનગરપાલિકાની ધીમી કામગીરીને કારણે રાજકોટનો વિકાસ રૂંધાઇ રહ્યો છેસરકારી તિજોરીને પણ નુકસાન
બિલ્ડીંગ પ્લાન પાસ ન થવાને કારણે રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી તિજોરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. એક માસમાં બિલ્ડીંગોના પ્લાન પાસ ન થવાને કારણે તંત્રને સરકારને ૨૦ કરોડની આવક ઘટી હોવાનું સામે આવ્યું છે.…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.