ચીન માટે જાસૂસી કરવા બદલ સીઆઇએના પૂર્વ અધિકારીને 19 વર્ષની જેલ


અમેરિકાની કોર્ટે ચીન માટે જાસુસી કરવાના આરોપ હેઠળ સીઆઇએના પૂર્વ અિધકારીને 19 વર્ષની સજા ફટકારી છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી માહિતી ચીનને આપવા બદલ 55 વર્ષીય જેરી ચુન શિંગ લીને સજા આપવામાં આવી છે.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર લીએ 2007માં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ  એજન્સી(સીઆઇએ)માંથી રાજીનામું આપી દીધું હતું અને તેમણે હોંગકોંગમાં રહેવાનું શરૂ કરી દીધું હતું.

ચીન માટે જાસુસી કરવાના આરોપ હેઠળ લી ત્રીજા સીઆઇએના પૂર્વ અિધકારી છે જેમને સજા ફટકારવામાં આવી છે. આસિસ્ટન્ટ એટર્ની જનરલ ફોેર નેશનલ સિક્યુરિટી જોહ્ન સી ડીમેર્સે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમે ચીનની સરકાર માટે જાસુસી કરનારા ત્રણ અમેરિકનોને દોષિત ઠેરવ્યા છે અને ત્રણેયને ઓછામાં ઓછી દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુ:ખની વાત એ છે કે આ ત્રણેય યુએસ ઇન્ટેલિજન્સ કોમ્યુનિટીના પૂર્વ સભ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફટકારવામાં આવેલી આ સજા સીઆઇએના વર્તમાન અને પૂર્વ અિધકારીઓને સંદેશ આપે છે કે દેશની સાથે દગો કરનારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચીનની સરકારથી સચેત રહેવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.