ગુજરાતમાં હોસ્ટેલમાં મળતા ભોજનની ગુણવત્તાને લઈને અનેક વખત વિવાદ સર્જાતો હોય છે. ત્યારે ફરી એક વખત આવો જ એક વિવાદ સામે આવ્યો છે. ભાવનગરમાં વિદ્યાર્થીઓના આરોગ્ય ફરી એક વખત જોખમમાં મુકાયુ હોવાનું સામે આવ્યુ છે.
વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એક વખત જોખમમાં !
ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીના ભોજનમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યુ છે. આ પહેલા પણ સમરસ હોસ્ટેલના ભોજનની ગુણવત્તા સામે સવાલ થયા છે. ભાવનગરની હોસ્ટેલમાં બોયસ 1000 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વખતો વખત સમરસ હોસ્ટેલના ભોજન સામે સવાલ ઉભા થયા છે. ભોજનમાં જીવાત નીકળતા NSUIના કાર્યકરોનો વિરોધ કર્યો છે. હોસ્ટેલના રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.
બીજી તરફ આ અગાઉ અમદાવાદના પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા દાસ ખમણની દુકાનમાંથી સેવ ખમણીની ચટણીમાંથી જીવડું નીકળ્યું હતું. જો કે ગ્રાહકે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો સંપર્ક કે ફરિયાદ કરી ન હતી. જે અંગે મનપાના હેલ્થ વિભાગ દ્વારા સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.