આ ડિસેમ્બરમાં મહિના માં 48 લાખ લગ્ન ! સારો એવો ફાયદો ટેક્સટાઈલ માર્કેટ પર, કપડાના શેરમાં આવી તેજી આવી શકે…

ત્યારે આ લગ્ન સિઝનથી કપડા બનાવતી અને વેચતી કંપનીના સ્ટોકને મોટો ફાયદો થશે તે સાથે તે શેર આસમાને પહોંચી ગયા છે. આ લગ્નની સિઝનનથી કયા શેરમાં હજુ પણ રોકાણ કરવાનો મોકો છે જાણો અહીં

આ વર્ષે 12 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી દેશભરમાં 48 લાખ લગ્ન થવાનો અંદાજ છે. આટલી મોટી સંખ્યામાં લગ્નોના આયોજનથી શેરમાર્કેટને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે.

ભારતના લગ્ન બજારને ખાદ્ય અને કરિયાણા ઉદ્યોગ પછી બીજા નંબરનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે. જો આંકડાની દૃષ્ટિએ વાત કરીએ તો ભારતમાં લગ્નનું બજાર 130 અબજ ડોલરનું છે. દરેક લગ્નમાં સરેરાશ 12.5 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ કાઢવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શેર બજાર પર સીધી અસર પડશે. જેમાં જ્વેલરીથી, લઈને કપડા તેમજ હોટેલ્સ, ખાદ્ય સહીતની કંપનીઓને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે.

આમાં સૌથી વધુ ખર્ચ તો દરેક લગ્નમાં થતો હોય તો તે કપડાનો છે. દુલ્હનના ઘરચોળાથી માંડીને વરરાજાની શેરવાની પાછળ મોટો ખર્ચો થતો હોય છે. લગ્નની સિઝનમાં દુલ્હન અને વરરાજા સહિત ઘરના લોકો પણ ભારે અને મોંઘા કપડા ખરીદતા હોય છે. ત્યારે આ લગ્ન સિઝનથી કપડા બનાવતી અને વેચતી કંપનીના સ્ટોકને મોટો ફાયદો થશે તે સાથે તે સ્ટોક આસમાને પણ જઈ શકે છે.

ત્યારે કપડા બનાવતી અને તેનું વેચાણ કરતી કંપનીઓ જેવી કે raymond , Vardhman textiles, Arvind ltd, Ambica cottan, super sales ind, rajapalaya mill, precot, સહિતની ટોપ કંપનીઓને તેનો સીધો ફાયદો થશે.લગ્નની સિઝન શરુ થઈ ગઈ છે 12 ડિસેમ્બરમાં હવે માત્ર 3-4 દિવસ બાકી છે. ત્યારે કપડા બનાવતી કંપની Arvind Ltdના શેરમાં 2 %થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આવી જ રીતે Ambica cottanના શેર ભાવમાં પણ 2.5%નો વધારો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.