યુવરાજ સિંહ:કેન્સર સામે જીત મેળવી કઈ અભિનેત્રી સાથે કર્યા લગ્ન 2 બાળકોનો પિતા છે જાણીએ..

યોગરાજ સિંહ અને યુવરાજ સિંહ વિશે લગભગ દરેક જણ જાણે છે કે તેઓ પિતા અને પુત્ર છે. પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા કે યુવરાજ સિંહ સિવાય યોગરાજ સિંહને વધુ ત્રણ બાળકો છે. તો ચાલો આજે યુવરાજ સિંહના પરિવાર વિશે જાણીએ.યોગરાજ સિંહ અને યુવરાજ સિંહ વિશે લગભગ દરેક જણ જાણે છે કે તેઓ પિતા અને પુત્ર છે. પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા કે યુવરાજ સિંહ સિવાય યોગરાજ સિંહને વધુ ત્રણ બાળકો છે. તો ચાલો આજે યુવરાજ સિંહના પરિવાર વિશે જાણીએ.
યોગરાજ સિંહે બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની શબનમ છે, જેના પુત્રો યુવરાજ અને જોરાવર છે. આ પછી યોગરાજે બાજા લગ્ન કર્યા, જેનાથી તેમને એક પુત્ર વિક્ટર અને પુત્રી અમરજોત છે. જોરાવર સિંહના લગ્ન 27 ફેબ્રુઆરી 2014ના રોજ હરિયાણાના ગુરુગ્રામની રહેવાસી આકાંક્ષા શર્મા સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા દિવસો બાદ બંને અલગ થઈ ગયા હતા.

યુવરાજ સિંહ સિવાય યોગરાજ સિંહને બે પુત્રો છે જોરાવર સિંહ અને વિક્ટર સિંહ. આ સિવાય યોગરાજ સિંહને એક દીકરી પણ છે જેનું નામ અમરજોત કૌર છે. યુવરાજ અને જોરાવર સિંહ બંને સગા ભાઈઓ છે. જ્યારે વિક્ટર અને અમરજોત યુવરાજ સિંહના સાવકા ભાઈ-બહેન છે.

ક્રિકેટને અલવિદા કહ્યા બાદ યોગરાજ સિંહએ પંજાબી ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો અને તેઓ સફળ પણ રહ્યા હતા. યુવરાજ સિંહના પિતા અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને 2 માતા 2 ભાઈ અને એક બહેન છે. જેને તે ખુબ જ પ્રેમ કરે છે. યુવરાજ સિંહની બહેન ટેનિસ ખેલાડી છે.

યુવરાજ સિંહે 16 ઓક્ટોમ્બર 2003ના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યું કર્યું હતુ. વનડેમાં 2000માં કેન્યા વિરુદ્ધ ડેબ્યું કર્યું હતુ અને ટી 20માં 13 સપ્ટેમબર 2007ના રોજ સ્કોટલેન્ડ સામે ડેબ્યું કર્યું હતુ.

યુવીએ 2007ના ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં સ્ટુઅર્ટની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી, જે એક રેકોર્ડ છે. પૂર્વ ખેલાડી 12 નંબરને ભાગ્યશાળી માને છે અને તેનો જર્સી નંબર 12 છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા બાદ યુવરાજને રૂ. 21 લાખનો પહેલો ચેક મળ્યો, જે તેણે તેની માતાને ઘર ખરીદવા માટે આપ્યો હતો.
2011 વર્લ્ડ કપ પછી આઘાતજનક સમાચાર બહાર આવ્યા કે યુવરાજને કેન્સરનું થયું હતું, તેણે હિંમત બતાવી અને કીમોથેરાપી માટે બોસ્ટન અને ઇન્ડિયાનાપોલિસ ગયો. માર્ચ 2012માં યુવરાજે કીમોથેરાપી કરી ભારત પરત ફર્યો હતો. 2012 માં તેણે કેન્સરના દર્દીઓ માટે એનજીઓ “YouWeCan” ની સ્થાપના કરી.યુવરાજ સિંહ 2014 અને 2015માં હરાજીમાં સૌથી મોંધો ખેલાડી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 2016માં બોલીવુડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. યુવરાજ સિંહને 2 બાળકો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.