યુવરાજ સિંહ એ પ્રપોઝ કરવામાં હેઝલ લાગ્યા હતા 3 વર્ષ , લવ સ્ટોરી ખુબ જ રોમેન્ટિક છે

હેઝલ અને યુવરાજની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. યુવરાજ એક ક્રિકેટર હતો અને છોકરીઓ તેના માટે પાગલ હતી, જો કે બ્રિટિશ મોડલ હેઝલની સુંદરતા પર યુવરાજ દિલ હારી બેઠો હતો.હેઝલ સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો ‘બિગ બોસ સીઝન 7’માં પણ જોવા મળી હતી.હેઝલ અને યુવરાજની પહેલી મુલાકાત વર્ષ 2011માં એક મિત્રની બર્થડે પાર્ટીમાં થઈ હતી. આ જ પાર્ટીમાં યુવરાજ એક જ નજરમાં હેઝલના પ્રેમમાં પડી ગયો હતો. અને બસ અહિથી શરુથી આપણા યુવી ભાઈની લવ સ્ટોરી.
બોલિવુડ અભિનેત્રી હેઝલ અને ઈન્ડિયન પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા હતા. હેઝલ અને યુવરાજે વર્ષ 2016માં 7 ફેરા લીધા હતા.કપલ 2 બાળકોના માતા-પિતા પણ છે.

હેઝલ અને યુવરાજ સિંહની લવ સ્ટોરીની વાત કરીએ તો યુવરાજે હેઝલને ડેટ પર લઈ જવા માટે ખુબ મહેનત કરી હતી. 3 વર્ષ સુધી મહેનત કર્યા બાદ હેઝલે યુવરાજ સિંહ સાથે ડેટ પર જવા માટે હા પાડી હતી.

યુવરાજે હેઝલ સામે પોતાની લાગણી વ્યક્ત કરી અને અભિનેત્રી યુવરાજના પ્રેમમાં પડી ગઈ અને તેણે તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પછી શું 20 નવેમ્બર 2016ના રોજ યુવરાજ અને હેઝલના લગ્ન થયા. આજે આ યુગલ સુખી દાંપત્યજીવનનો આનંદ માણી રહ્યું છે. હેઝલ અને યુવરાજને 2 બાળકો છે. ઓરિઅનનો જન્મ 25 જાન્યુઆરી 2022ના રોજ થયો હતો.

હેઝલના કરિયરની વાત કરીએ તો તેણે 2007માં તમિલ ફિલ્મ ‘બિલ્લા’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી હેઝલને 2011માં સલમાન ખાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’માં કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે ફિલ્મમાં કરીનાની બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. હેઝલ સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો ‘બિગ બોસ સીઝન 7’માં પણ જોવા મળી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.