સંભલ માં પહેલા મળ્યું શિવલિંગ, હવે સંભલમાં કૂવાનુ ખોદકામ કરાતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી

સંભલમાં 46 વર્ષ બાદ ખુલ્લું મુકાયેલું 400 વર્ષ જૂનું શિવ મંદિરમાંથી શિવલિંગ ઉપરાંત પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની પ્રાચીન મૂર્તિઓ મળી છે. કૂવાનું ખોદકામ દરમિયાન આ મૂર્તિઓ મળી આવ્યા બાદ કાર્બન ડેટિંગ કરવામાં આવશે. 1978ના રમખાણો બાદ બંધ રહેલા આ મંદિર પર અતિક્રમણ પણ થયું હોવાનો આક્ષેપ કરાયો છે

હાલમાં જ પ્રશાસને ઉત્તર પ્રદેશના સંભલમાં જૂના શિવ મંદિરને ખોલ્યું છે, જે 46 વર્ષથી બંધ હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો છે. હવે વહીવટીતંત્રને કૂવો ખોદતી વખતે 3 મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની છે. આ મંદિર 1978થી બંધ હતું. વહીવટી તંત્રે આ મંદિરને સાફ કરાવ્યું અને 15 ડિસેમ્બરે આ મંદિરમાં ધાર્મિક વિધિ અને મંત્રોના જાપ સાથે પૂજા આરતી કરવામાં આવી.

ડેપ્યુટી એસપી અનુજ ચૌધરીનું કહેવું છે કે, મંદિરમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી છે. કૂવો ખોદવાનું કામ હાલમાં પણ ચાલુ રહેશે. ખોદકામ દરમિયાન મા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીની મૂર્તિઓ મળી આવી હતી. આ પ્રતિમાઓની કાર્બન ડેટિંગ કરવામાં આવશે. અહીં આરસની બનેલી પ્રતિમા પણ છે, જે કાર્તિકેયજીની હોય તેવુ લાગે છે. 2 400 વર્ષ જૂનું મંદિર
સંભલનું આ મંદિર પ્રાચિન અને 400 વર્ષ જૂનું છે, જે કાર્તિક શંકર મંદિર કહેવાય છે. 82 વર્ષના વિષ્ણુ શરણ રસ્તોગી કહે છે કે અહીં ખગ્ગુ સરાઈમાં તેમના પરિવારના લગભગ 40 થી 42 ઘર હતા. આ આખી શેરીમાં તેનો પરિવાર રહેતો હતો. પરિવારના તમામ ધાર્મિક કાર્યક્રમો આ મંદિરમાંથી કરવામાં આવતા હતા અને કુવામાંથી પાણી લઈ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી.

1978માં રમખાણો બાદ લોકો ભાગી ગયા
વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, 1978 પહેલા તેમનો આખો પરિવાર સંભલમાં રહેતો હતો. 1978માં જ્યારે રમખાણો થયા ત્યારે તે શેરીમાં એક મોટા ગોદામમાં આગ લાગી હતી. આ પછી 40 થી 42 રસ્તોગી પરિવારોએ તે જગ્યા છોડી દીધી હતી. મંદિર પણ જેમનુ તેમ છોડી દીધું હતું. આ પછી મુસ્લિમ વસ્તી ત્યાં આવીને સ્થાયી થઈ. તેમના ઘરો પણ મુસ્લિમ સમુદાયના લોકોએ ખરીદ્યા લીધા હતા. આ પછી કોઈ રસ્તોગી પરિવાર તે મંદિરમાં પૂજા કરવા ગયો ન હતો.પ્રતિમાઓ ખંડિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.