IND vs AUS 3rd Test Highlights: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસે માત્ર 23 ઓવર જ રમાઈ હતી. ઓસ્ટ્રેભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો અને માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી. બીજા દિવસે કુલ 88 ઓવર નાખવામાં આવી હતી. ત્રીજા દિવસે હવામાને ખૂબ પરેશાન કર્યા. વરસાદને કારણે ઘણી વખત રમત રોકવી પડી હતી. આખરે પ્રકાશની સમસ્યા આવી. તેથી માત્ર 23 ઓવર જ રમાઈ શકી હતી.
ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 152 રન અને સ્ટીવ સ્મિથે 101 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ વિકેટ લીધી હતી.
445 રનના જવાબમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા 6 બોલ રમ્યા બાદ ખાતુ ખોલાવ્યા વગર અણનમ છે. જ્યારે કેએલ રાહુલ 64 બોલમાં 33 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાબા ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસે વરસાદની સંભાવના છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.