અજિતને પારખવામાં થાપ ખઈ ગયા શરદ, આ રીતે ઘડાયો હતો BJP સાથે જવાનો ‘માસ્ટરપ્લાન’

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈ-વૉલ્ટેજ પોલિટિકલ ડ્રામાનાં કેન્દ્રમાં મુખ્ય રીતે પવાર ફેમિલીનો આંતરિક વિખવાદ છે. ભત્રીજાએ બંડ પોકાર્યા બાદ શરદ પવાર ડેમેજ કંટ્રોલમાં લાગ્યા છે અને અત્યારે પલ્લુ સીનિયર પવારનું ભારે છે અને ડેપ્યૂટી સીએમ બનેલા અજિત પવાર અલગ-થલગ પડતા જોવા મળી રહ્યા છે. આવું થયું કેમ? અજિત પવારે અચાનક બીજેપી સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય કેમ કર્યો? એનસીપી અથવા પવાર ફેમિલીની અંદર કોઈને આની ગંધ કેમ ના આવી? એક રિપોર્ટમાં આ તમામ વાતોનો જવાબ આપવાનો પ્રયત્ન થયો છે.

અજિત પવારે પુણેમાં શરદ પવારનાં ઘર પર 17 નવેમ્બરનાં થયેલી બેઠકમાં પોતાના ભવિષ્યનાં પગલાને લઇને ઘણા અંશે સંકેત આપી દીધા હતા. બેઠકમાં અજિત પવારે એ કહીને સૌને ચોંકાવી દીધા હતા કે એનસીપીએ શિવસેના અને કૉંગ્રેસની સાથે ગઠબંધન કરવાની જગ્યાએ બીજેપીને સરકાર બનાવવામાં મદદ કરવી જોઇએ. તેમના આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો, કેમકે ત્યાં સુધીમાં એનસીપી-શિવસેના અને કૉંગ્રેસની વાત અંતિમ ચરણમાં પહોંચી ચુકી હતી. તેમની વચ્ચે દિલ્લી અને મુંબઈમાં ઘણા સમયથી વાતચીત થઈ હતી. ભલે અજિતની સલાહને પવારે ફગાવી દીધી, પરંતુ તેઓ ખતરાને ઓળખવામાં અસફળ રહ્યા.

દેવેન્દ્રણ ફડણવીસ અને અજિત પવારની વચ્ચે 10 નવેમ્બરનાં પહેલીવાર આ વિશે વાતચીત થઈ હતી. ત્યારબાદથી બંને નેતાઓમાં દરરોજ વાત થઈ રહી હતી. ઘણીવાર તો એક દિવસમાં અનેકવાર વાત થતી હતી. બંને જાણતા હતા કે જો વાતચીત થોડી પણ લીક થઈ ગઈ તો તેમનો આખો પ્લાન બગડી જશે. અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસમાં કંઇક ચાલી રહ્યું છે તેની જાણકારી એનસીપીમાં ફક્ત ધનંજય મુંડે અને સુનીલ તટકરેને હતી. તટકરે અજિત પવારનાં ઘણા જ નજીકનાં મનાય છે. મુંડેની પસંદગી એ માટે થઈ કે ફડણવીસને તેમની પર ભરોસો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.