હવે એમેઝોન અને ફિલપકાર્ટ પર થી પણ NCERTના પુસ્તકો ને મંગાવી શકાશે: ધર્મેન્દ્ર પ્રધાન

: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, કહ્યું કે દેશભરમાં વધુને વધુ વિદ્યાર્થીઓને NCRT પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે 15 કરોડ નવા પુસ્તકો છાપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દેશની શાળાઓમાં કૌશલ્ય વર્ધક શિક્ષણ પર ભાર આપી રહ્યા છીએ.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દેશની કેન્દ્રીય શાળાઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં શાળાઓની સંખ્યા 2013-14ના શૈક્ષણિક વર્ષની સરખામણીએ 2023-24માં વધી છે. અગાઉ 52 ટકા શાળાઓમાં વીજળી હતી, જ્યારે હવે વીજળી ધરાવતી શાળાઓ વધીને લગભગ 92 ટકા થઈ : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી તે સમયે, 41.2 ટકા શાળાઓમાં કોમ્પ્યુટરની સુવિધા હતી, જે આજે હવે વધીને 52.1 ટકા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ઇન્ટરનેટની દુનિયામાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. ડિજિટલ વિશ્વમાં તેની સૌથી વધુ જરૂર છે, તેથી 2013 માં 7.4 ટકા ઇન્ટરનેટ સુવિધા શાળાઓમાં હતી, જે હવે 54 ટકા પર પહોંચી ગઈ છે. અમે દેશની તમામ શાળાઓમાં કેબલ કનેક્શન આપવાનો પણ પ્રયાસ કરીશું.

કૌશલ્ય વર્ધક શિક્ષણ પર ભાર
શિક્ષણ મંત્રીએ કહ્યું કે કૌશલ્ય વર્ધક શિક્ષણ અગાઉ, વ્યાવસાયિક શિક્ષણના નામે આપવામાં આવતુ હતું. અમે તેને નવું ફોર્મેટ આપ્યું છે અને તેને કૌશલ્ય શિક્ષણ નામ આપ્યું છે. આ સત્રથી ધોરણ 6 માં એક વિષય તરીકે કૌશલ્યનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. CBSEમાં NCERT ભણાવવામાં આવે છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં તેમના સંબંધિત સંદર્ભમાં પણ કરવામાં આવ્યો છે.

NCERTમાં 15 કરોડ પુસ્તકો છપાશે
આગામી શૈક્ષણિક વર્ષમાં 15 કરોડ પુસ્તકો છાપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષમાં સસ્તા પુસ્તકો પ્રકાશિત કરવાથી વિદ્યાર્થીઓ પર કોઈ નાણાકીય બોજ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે, NCERT એ એમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે આ પ્લેટફોર્મ્સ પર MRP પર પુસ્તકો વેચવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

તેમણે કહ્યું કે કોચિંગ સેન્ટર તો ઠીક છે પરંતુ અમારો પ્રયાસ રહેશે કે બાળકોને શાળામાં જ સારું શિક્ષણ મળે. તેમણે કહ્યું કે અમારી કેન્દ્રીય વિદ્યાલયો પણ આ સુધી પહોંચી છે. 4 ડિસેમ્બર, 2024 સુધી NAS હેઠળ 23 લાખ, 87 હજારથી વધુ શાળાઓનો વિશાળ સેમ્પલ સાઇઝ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. NAS હેઠળ જિલ્લા સ્તરે અન્ય સર્વે હાથ ધરવામાં આવશે જે અમને તેમના વિશે સમજવામાં મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.