ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે રેપર બાદશાહ પાસેથી મોટી રકમ વસૂલ કરી, જાણો રેપરે શું કર્યું

બોલિવુડનો ફેમસ સિંગર અને રેપર બાદશાહને ગુરુગ્રામમાં રોંગ સાઈડ ગાડી ચલાવવા પર દંડ ફટકારવામાં આવ્યો હતો.તે એક કોન્સર્ટમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન નિયમનો ઉલ્લંઘન કર્યું હતુ જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છેટ્રાફિકના નિયમો તમામ માટે સરખા જ હોય છે, પછી ભલે તે બોલિવુડ સ્ટાર હોય.બોલિવુડના ફેમસ સિંગર બાદશાહે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ગુરગ્રામ પોલીસે દંડ ફટકાર્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિંગર ગુરુગ્રામમાં પોતાના કોન્સર્ટમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન રોંગ સાઈડમાં ગાડી ચલાવવાને કારણે ટ્રાફિક પોલીસે તેમણે રોકી દંડ ફટકાર્યો હતો. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે બાદશાહને 15 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

બાદશાહ પહેલો એવો સેલિબ્રિટી નથી. જેને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હોય. હાલમાં કાર્તિક આર્યન મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો અને તે દરમિયાન લેમ્બોર્ગિની કાર નો પાર્કિંગ જોનમાં પાર્ક કરી હતી. જેના કારણે તેમને પર દંડ ફટકારવામાં આવ્યો હતો.
આવી જ ભૂલ વર્ષ 2017માં વરુણ ધવન પણ ચાહકોની રિકવેસ્ટ પર સેલ્ફી લેવાના કારણે કારમાંથી નીચે ઝૂકીને ઊભો રહ્યો હતો. આ પછી મુંબઈ પોલીસે તેને કહ્યું કે તેનું ઈ-ચલણ કાપવામાં આવ્યું છે, જેના માટે તેણે તરત જ માફી માંગી હતી.

આવી જ ભૂલ વર્ષ 2017માં વરુણ ધવન પણ ચાહકોની રિકવેસ્ટ પર સેલ્ફી લેવાના કારણે કારમાંથી નીચે ઝૂકીને ઊભો રહ્યો હતો. આ પછી મુંબઈ પોલીસે તેને કહ્યું કે તેનું ઈ-ચલણ કાપવામાં આવ્યું છે, જેના માટે તેણે તરત જ માફી માંગી હતી.

ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે બાદશાહ સામે ટ્રાફિકના ઉલ્લંઘન સામે તેની ઝીરો-ટોલરેન્સ નીતિને પ્રતિબિંબિત કરીને ઉલ્લંઘન માટે 15,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.