રાજકોટમાં અશાંત ધારા અંગે ધારાસભ્ય દર્શિતા શાહે યોગ્ય અમલ ન થતો હોવાનો આરોપ લગાવતા પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટ પોલીસે જે સ્થળોએ અશાંતધારો લાગુ છે તે સ્થળોએ તપાસ હાથ ધરી છે. યોગ્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. પોલીસે વોર્ડ નંબર 2, સુભાષનગર સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ અંગે ધારાસભ્ય દર્શિતા શાહે સમક્ષ જણાવ્યુ કે મારા મતવિસ્તારમાં અનેક લોકોની અશાંત ધારાના ભંગ સંદર્ભે રજૂઆત મળી હતી. આ વાત ધ્યાને આવતા મે કલેક્ટરને રજૂઆત કરી હતી અને કલેક્ટરે પણ તેને ગંભીરતાથી લીધી હતી. જે બાદ પોલીસે આજે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે જગ્યાએ અશાંતધારાનો ભંગ થયો છે. તેની સામે fir કરવામાં આવશે. પૂર્વ મંજૂરી લીધા વિના ભંગ કરનારા સામે કડક હાથે કામ લેવામાં આવશે.
દસ્તાવેજ અન્ય વ્યક્તિ રહેતી હોય તેવી ફરિયાદ મળતા કરાઈ રજૂઆત
વધુમાં દર્શિતા શાહે જણાવ્યુ કે કેટલાક એવા કિસ્સાઓ હોય છે જેમા એક જ કોમના બે વ્યક્તિઓ વચ્ચે કરાર થયો હોય અને અશાંતધારામાં તેના દસ્તાવેજ પણ થઈ ગયા હોય. જ્યારે જમીની હકીકત એવી હોય કે ત્યાં કોઈ બીજી જ વ્યક્તિ રહેતી હોય આવા કેસની પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમના નામે કરાર કે દસ્તાવેજ થયેલો હોય એ વ્યક્તિ ન રહેતી હોય અને અન્ય વ્યક્તિ રહેતી હોય તો તેની સામે કાર્યવાહી કરવી. એ બાબતે જ પોલીસની તપાસ ચાલી રહી છે.
કોઈ પૂર્વ મંજૂરી વિના હાલ અશાંતધારા ભંગનો એક કેસ નોંધાયો
વધુમાં ધારાસભ્યે ઉમેર્યુ કે હાલ અશાંતધારા ભંગનો એક કેસ સામે આવ્યો છે. જેની પોલીસ કમિશનરને પણ સૂચના આપી દેવામાં આવી છે. આ વ્યક્તિ સામે FIR કરી 128ની કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.