મહારાષ્ટ્રમાં વધુ એક ટ્વિસ્ટ, અજિત પવારને અઢી વર્ષ માટે CM પદ આપવા શિવસેના તૈયાર!

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શિવસેના શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીને અઢી વર્ષનું મુખ્યમંત્રી પદ આપવા માટે તૈયાર થઈ ગઈ છે. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની શુક્રવાર રાત્રે થયેલી બેઠકમાં 5 વર્ષ માટે સીએમની માંગ પર શિવસેના જીદે ચડી હોવાથી જ વાત અટકી ગઈ હતી. આના પછીનાં દિવસે એટલે કે શનિવારનાં સવારે અજિત પવારે ભારતીય જનતા પાર્ટીની સાથે સરકાર બનાવી લીધી અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમને ઉપ-મુખ્યમંત્રી પદનાં શપથ લેવડાવ્યા.

શુક્રવારની મોડી સાંજે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસનાં નેતાઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં શિવસેનાનાં 5 વર્ષ માટે મુખ્યમંત્રીની માંગ પર સહમતિ બની હતી અને ઉદ્ધવ ઠાકરેનું નામ સીએમ પદ માટે આગળ કરવામાં આવ્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે આ વાતથી નારાજ થઈને અજિત પવાર બેઠકને અધવચ્ચે છોડી જતા રહ્યા હતા. શિવસેના નેતા સંજય રાઉતે શનિવારનાં કહ્યું હતુ કે, “આ પગલાથી અમને શક થયો હતો. બીજા દિવસે તેમણે ડેપ્યૂટી સીએમ પદનાં શપથ લીધા તો અમારો શક સાચો સાબિત થયો.”

ત્યારબાદ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે રાજ્યપાલનાં પગલાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કૉર્ટમાં રવિવારનાં થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કૉર્ટમાં આ મુદ્દા પર સોમવારનાં એકવાર ફરીથી સુનાવણી થશે. આ દરમિયાન બીજેપીએ દાવો કર્યો કે તેમની પાસે 155 ધારાસભ્યો છે. તેમાં બીજેપીનાં 105, અજિત પવારનાં 25 અને 15 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.