વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ, સપ્તાહના પહેલા દિવસે બજારમાં સામાન્ય વધારો

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ રહેતા આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બજાર પણ લીલા નિશાનમાં ખુલ્યા છે. બીએસઈ પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેકસ 80.25 અંક વધીને 40,439.66ના લેવલે ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક ગત સપ્તાહના બંધ 11,914.40ની સામે માત્ર 8.05 અંકના સામાન્ય વધારા સાથે 11,922.45 પર ઓપન થયો છે.

સ્મોલકેપ અને મીડકેપની વાત કરીએ તો સ્મોલકેપ આજે લગભગ 26 પોઈન્ટ વધીને 13,379 નજીક જ્યારે બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ગત સપ્તાહના બંધ 14,738.67ની સામે આજે 14,797.02 પર ખુલ્યો છે. આ સિવાય બેંક નિફ્ટીની વાત કરીએ તો ઇન્ડેક્સ સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસ 46 અંક વધીને 31,065.10ના લેવલે ઓપન થયો.

અન્ય સેક્ટરની વાત કરીએ તો મીડિયા સિવાય અન્ય સેક્ટર લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. જેમાં FMCG, મેટલ, ઓટો, ફાર્મા, રિયલ્ટી, PSU બેંક, આઈટી અને પ્રાઇવેટ બેંક સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.