કોંગ્રેસે અયોધ્યા અને કલમ 370ના મુદ્દાને લટકાવ્યા: PM મોદી

PM મોદીએ ઝારખંડમાં પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. ઝારખંડના ડાલ્ટનગંજમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે ભગવાન રામની જન્મભૂમિનો વિવાદ કોંગ્રેસે લટકાવ્યો હતો.

જો તેઓ ઈચ્છત તો આનું સમાધાન બહુ પહેલા મળી જતુ પરંતુ તેમણે આવુ કર્યુ નહીં. તેમને પોતાના વોટ બેન્કની ચિંતા હતી. કોંગ્રેસના આવા વિચારે દેશ અને સમાજનું નુકસાન કર્યુ છે. સમાજમાં તિરાડો પડી, દિવાલો બની. અમે વચન આપ્યુ હતુ કે આનું અમે ઝડપથી સમાધાન કાઢીશુ. આજે રામ મંદિરનો વિવાદ ઉકેલાઈ ગયો છે.

PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યુ ઝારખંડ માટે એ ગૌરવની વાત છે કે સમગ્ર દેશને આયુષ્યમાન બનાવવા માટે શરૂ કરાયેલી ઐતિહાસિક આયુષ્યમાન યોજનાની શરૂઆત ઝારખંડથી જ કરવામાં આવી હતી.

ઝારખંડની ધરતી અને તેમા પણ પલામૂ ભાજપ માટે એક મજબૂત કિલ્લો છે. તેમણે કહ્યુ આજે જો સમગ્ર ભારતમાં કમલ શાનથી ખીલ્યુ છે તો આમાં ઘણી મોટી ભૂમિકા અહીંની જનતાની છે. અહીંનો આદિવાસી સમાજ, પછાત, દલિત, વેપારી તમામ વર્ગના લોકો કમળની સાથે ઉભા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.