અમારી પાસે 170 ધારાસભ્યો, ફડણવીસ સ્થિર સરકાર આપશે: ભાજપ

મહારાષ્ટ્રમાં એક તરફ એનસીપીના નેતા શરદ પવારની સાથે મોટા ભાગના ધારાસભ્યો જોવા મળી રહ્યા છે જ્યારે બીજી તરફ ભાજપ હજુ પણ દાવો કરી રહી છે કે અમારી પાસે જ બહુમત છે. ભાજપના નેતા આશિશ શેલારે દાવો કર્યો હતો કે અમારી પાસે ૧૭૦ ધારાસભ્યો છે. ફડણવીસ સરકાર મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર આપશે.

ભાજપના નેતા શેલારે દાવો કર્યો હતો કે રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ ૩૦મી નવેમ્બર સુધી સમય આપ્યો છે. અને આ સમયગાળા દરમિયાન ભાજપ પૂર્ણ બહુમતી સાબિત કરવા માટે પણ તૈયાર છે. રાત્રે જ કેમ શપથ લેવામાં આવ્યા તે અંગે જે આરોપો થઇ રહ્યા છે તેને લઇને ભાજપના નેતાએ કહ્ય.ું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે શપથ લીધા તેનાથી લોકો ખૂશ છે. અમે સ્વયમ સેવક સંઘની શાખામાં કાર્યકર્તા રહી ચુક્યા છીએ, અને રોજ સવાલે છ વાગ્યે ઉઠીને શાખામાં જોડાતા હતા, અમારા માટે વહેલી સવારે કરેલા કામો શૂભ માનવામાં આવે છે.

મુંબઇ ભાજપના પૂર્વ પ્રમુખ શેલારે દાવો કર્યો હતો કે અમે નહીં પણ શિવસેનાએ અંધારામાં બધુ પાર પાડયું અને કોંગ્રેસના નેતાઓને રાત્રે એવી કારમાં મળ્યા કે જેના ગ્લાસ કાળા હતા.

ભાજપના નેતાએ સાથે એમ પણ કહ્યું હતું કે અમારી પાસે ૧૭૦ ધારાસભ્યો છે. જોકે આ દાવાઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે બીજી તરફ એનસીપીના નેતા શરદ પવાર કહી રહ્યા છે કે કોઇ જ ધારાસભ્ય અજિત પવાર કે ભાજપની સાથે નથી અને હાલ અમારી સાથે છે. આમ દરેક પક્ષો હવે બહુમત હોવાના દાવા કરવા લાગ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.