કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારા તાલમેલ માટે રાજ્યપાલ મહત્વપૂર્ણ કડી: રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સારા તાલમેલ સુનિષશ્ચિત કરવા માટે રાજ્યપાલ અને ઉપ-રાજ્યપાલ સર્વાધિક મહત્વપૂર્ણ કડી છે. રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોના 50માં સમ્મેલનના સમાપન સંબોધનમાં રાષ્ટ્રપતિએ તેમને કહ્યું કે, રાજભવનો લોકોને અનુકુળ બનાવવામાં આવે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, મંગળવારે દેશ બંધારણની 70મીં વર્ષગાંઠ મનાવશે. આ દિવસે મૂળ કર્તવ્યો વિશે જાગૃત કરવા માટે નાગરિકો વચ્ચે એક અભિયાનની શરૂઆત કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે, દરેક રાજભવન બંધારણ દિવસનો ઉત્સવ પ્રભાવી રીતે મનાવશે અને મૂળ કર્તવ્યો વિશે જાગૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એક સત્તાવાર વિજ્ઞપ્તીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આપણાં ફેડરલ માળખામાં રાજ્યપાલનું પદ સર્વાધિક મહત્વપૂર્ણ હોય છે. કેન્દ્ર અન  રાજ્ય વચ્ચે સારા સમન્વય સુનિશ્ચિત કરવા માટે રાજ્યપાલની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે તે પણ સુચન કર્યું કે, રાજભવનોને બહેતર બનાવવામાં આવે અને સામાન્ય લોકો ત્યાં સરળતાથી પહોંચી શકે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.