1 મે 2019થી શરૂ થયેલા ક્વિઝ શૉ કોન બનેગા કરોડપતિની 11મી સીઝન ટૂંક સમયમાં જ બંધ થવાની છે. ચર્ચા છે કે KBC 29 નવેમ્બરથી ઑફએર કરી દેવામાં આવશે. જેના પછી સોની ટીવી પર બેહદ 2 શરૂ થવાની છે. આ વખતે શૉમાં કેટલાય ફેરફારો કરવામાં આવ્યા હતા. કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચને શરૂઆતમાં જ જણાવી દીધું હતું કે આ વખતે કેબીસીની સફર 13 અઠવાડિયાની એટલે કે કુલ 65 એપિસોડ હશે. પહેલી વખતે શૉમાં એક નહીં બે નહીં પણ ચાર-ચાર કરોડપતિ મળ્યા.
જો કે આ શો સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા છે. પહેલો વિવાદ સોનાક્ષી સિન્હા સાથે જોડાયેલો હતો. જ્યારે સ્પર્ધક દેવીને બીગ બીએ પૂછ્યું હતું કે, રામાયણ પ્રમાણે હનુમાન કોની માટે સંજીવની બૂટી લઇને આવ્યા હતા? આ બાબતે સોશિયલ મીડિયા યૂઝર્સે તેની ભારે ઠેકડી ઉડાડી હતીં. બીજો વિવાદ હતો છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલો. દર્શકોએ શૉ મેકર્સ અને હોસ્ટ અમિતાભ બચ્ચન પાસે માફી મંગાવી હતી.
જો શૉની ટેક્નિકલ બાબત પર ધ્યાન કરવામાં આવે તો આ વખતે કેબીસીમાં કેમેરા પણ અલગ જ પ્રકારનાં વાપરવામાં આવ્યા હતાં. આ કેમેરા આખા સેટ પર સરળતાથી મૂવ કરવાની સાથે જ દરેક મૂવમેન્ટને કેપ્ચર કરવામાં સફળ રહ્યા. હવે દર્શકોને આવતા વર્ષના કેબીસીની રાહ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.