આજે બંધારણનો દિવસ છે. 26 નવેમ્બર 1949માં આજ રોજ બંધારણને અપનાવવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિતે મંગળવારે સંસદના સેન્ટ્રલ હોલમાં બન્ને સંદનોનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી સંબોધિત કરી રહ્યા છે.
બંધારણ દિવસ નિમિતે સંસદના સંયુક્ત સત્ર સેન્ટ્રલ હોલમાં ચાલું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ હાજર છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે….
26 નવેમ્બરે આપણે દુ:ખ પણ પહોંચાડે છે. જ્યારે મુંબઇમાં આતંકવાદી યોજનાઓએ આજ સુધીની ભારતની મહાન પરંપરાઓ, હજારો વર્ષોથી સાંસ્કૃતિક વારસાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. હું ત્યાં માર્યા ગયેલ તમામ મહાન આત્માઓને સલામ કરું છું: વડા પ્રધાન મોદી
હું 130 કરોડ ભારતીયો સામે નતમસ્તક છું. જેમને લોકતંત્ર પ્રત્યે આસ્થાને ઓછી થવા ના દીધી અને સંવિધાનને પવિત્ર ગ્રંથ માન્યો: પીએમ મોદી
બંધારણની મજબૂતીથી એક ભારત, શ્રેષ્ઠ ભારત: પીએમ મોદી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.