મહારાષ્ટ્ર્ર LIVE : અમારી પાસે બહુમત નથી, હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદેથી હજી ગત શનિવારે જ શપથ ગ્રહણ કરનારા અજીત પવરે ત્રણ જ દિવસમાં પદ પરથી રાજીનામું આપી દીધુ હોવાની અટકળો છે. હવે દેવેન્દ્ર ફડણવીસે પણ બપોરે 3:30 વાગ્યે મીડિયા સાથે વાત કરશે. માનવામાં આવે છે કે, ફડણવીસ પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરી શકે છે. આજે સવારથી જ અજીત પવારના રાજીનામાની અટકળો તેજ બની છે.

* અમારા પર હોર્સ ટ્રેડિંગનો આરોપ એ લોકો લગાવી રહ્યાં છે જેમણે આખો તબેલો જ ખરીદી લીધો : ફડણવીસ

* અજીત પવારે મને મળીને કહ્યું કે તેઓ આ સરકારમાં નહીં રહી શકે અને તેમણે મને રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપ્યા બાદ બહુમત માટે જેટલા ધારાસભ્યો ભાજપ માટે જરૂરી છે તેટલા અમારી પાસે નથી. જેથી ભાજપે નિર્ણય લીધો છે કે અમારી પાસે બહુમત નથી અને મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો : દેવેન્દ્ર ફડણવીસ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.