જનતાને પ્રદુષણના ગેસ ચેમ્બરમાં ધકેલવા કરતા બોમ્બથી ઉડાવી દો : સુપ્રીમની ફટકાર

દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવતા 600 જેટલા ઉદ્યોગોને બંધ કરવામાં આવ્યા, વધુ કાર્યવાહી જારી : સરકા

દેશમાં અનેક શહેરોમાં દિવસે ને દિવસે પ્રદુષણ વધી રહ્યું છે અને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઇ જ મહત્વપૂર્ણ પગલા આ પ્રદુષણ અટકાવવા નથી લેવાઇ રહ્યા. આ પરિસિૃથતિ વચ્ચે હવે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે સુનાવણી કરતી વેળાએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલ પરિસિૃથતિ એવી છે કે જાણે જનતાને ગેસ ચેમ્બરમાં ધકેલી દેવામાં આવી હોય. કોઇ સરકાર પ્રદુષણ અટકાવવા નક્કર પગલા

નથી લઇ રહી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમગ્ર વિશ્વ આપણી ઉપર હસી રહ્યું છે એટલુ પ્રદુષણ ફેલાયેલુ છે. સરકાર જ સામે ચાલીને પ્રદુષણ અટકાવવા કોઇ પગલ ન લઇ લોકોનું આયુષ્ય ઘટાડી રહી છે. કેમ લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે?

આના કરતા જો એ સારૂ રહેશે કે તેઓને એક વિસ્ફોટથી જ મારી નાખો. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને ન્યાયાધીશ અરૂણ મિશ્રાની આગેવાનીમાં ગઠીત બેંચે કેન્દ્ર સરકારની ઝાંટકણી કાઢતા કહ્યું હતું કે દિલ્હીમાં ફેલાયેલા પ્રદૂષણને રોકવાનો કોઇ સરકારે પ્રયાસ નથી કર્યો જે અતી શરમજનક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.