બીજેપીનો ઠંડા કલેજે ઘાટ કાઢવા શરદ પવારે અજિતને મોકલ્યા હતા? ભાગ્યે જ ખુલશે રહસ્ય

શરદ પવારે સાબિત કરી દીધું છે કે મહારાષ્ટ્રનો કિલ્લો જીતવા માટે લડી રહેલા યોદ્ધાઓની વચ્ચે તેઓ જ અસલી મરાઠા સરદાર છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદથી ચાલી રહેલી રસ્સાકશી અને જોડતોડમાંથી પવાર મંગળવારનાં વિજેતાની માફક સામે આવ્યા. તેમની રાજકીય સમજે શિવસેના-એનસીપી-કૉંગ્રેસનાં અસ્વાભાવિક માનવામાં આવતા ગઠબંધનને આકાર આપી દીધો અને દિલ્લીથી ચાલી રહેલા બીજેપીનો જવાબી પ્રહાર બેઅસર કરી દીધો. આ સમગ્ર ઘટનાક્રમમાં એક રાઝ એ પણ છે કે અજિત પવારે વિદ્રોહનું દુસ્સાહસ કર્યું કે પછી આ કાકા શરદ પવારની ચાલ હતી.

મંગળવારનાં મુંબઈમાં મળેલો તાજ પવારની દિલ્લીનાં તાજને પોતાના નામે કરવાની જૂની મહત્વાકાંક્ષાને હવા આપી શકે છે. જો કે એ રહસ્ય ભાગ્યે જ ખુલે કે અજિત પવારનું બીજેપી બાજુ જવું દુસ્સાહસ હતુ કે પછી તેમના કાકાએ એક સાથે અનેક ચાલો ચલવા માટે તેમને વિરોધી પક્ષમાં ઉતાર્યા હતા. આવું એ માટે કારણ કે એક તરફ જ્યાં એનસીપી ચીફે અજિતનાં નિર્ણયને વ્યક્તિગત ગણાવ્યો હતો, તો બીજી તરફ તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી નથી કરી. પરિવાર અને પાર્ટીનાં લોકો પણ સતત તેમની સાથે વાત કરી રહ્યા છે. અજિત પવારે ફડણવીસ સાથે શપથ તો લીધા, પરંતુ ત્રણ દિવસ દરમિયાન કાર્યભાર સંભાળ્યો નહીં. બીજેપીની આખી બાજી અજિત પર ટકેલી હતી. તો અચાનક તેમની ઘર વાપસીથી બીજેપીનો પ્લાન ફેલ થઇ ગયો.

પવારે પોતાના દોસ્તો અને દુશ્મનોને એ પણ જણાવી દીધું કે સંકટમાં આવેલા સત્તાનાં વજૂદને બચાવવા માટે કેવા પ્રકારની મહારાત જોઇએ. છેલ્લા 40 વર્ષોમાં તેમની સામે આ ત્રીજું મોટું સંકટ રહ્યું, જેણે તેમની લીડરશિપની ચમક બતાવી. તેણે એનસીપીને છેલ્લા 4 દિવસમાં બચાવી રાખી. તેમણે હવે એન્ટી કરપ્શન બ્યૂરો તરપથી ક્લીન કરી દેવામાં આવેલા ભત્રીજા અજિત પવારને રિવર્સ સ્વિંગ કરવા પર મજબૂર કર્યા અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહાવિકાસ આઘાડી સરકારનો રસ્તો સ્પષ્ટ કરી દીધો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.